Home » NRG » Africa » Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval

ક્યારેક મંદિરની બહાર સૂતા હતા આ ગુજરાતી, આજે છે 4000 કરોડના માલિક

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 06:53 PM

નરેન્દ્ર રાવલનો હાલ કેન્યા સિવાય સાઉથ આફ્રિકાના અનેક દેશોમાં સ્ટીલ-સિમેન્ટની ફેક્ટરીઓ અને મોટો કારોબાર છે.

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  કેન્યામાં ભારતીય બિઝનેસમેન નરેન્દ્ર રાવલ

  એનઆરજી ડેસ્કઃ વિશ્વમાં ઘણાં એવા ભારતીયો છે, જેઓ ખાલી હાથે વિદેશ પહોંચ્યા અને પોતાની મહેનતથી એક અલગ જ ઉંચાઇ પ્રાપ્ત કરી હોય. તેમાંથી એક છે નરેન્દ્ર રાવલ. ગુજરાતના હળવદમાં રહેતા રાવલ એક સમયે મંદિરમાં કામ કરતા હતા અને મંદિરની બહાર જ સૂઇ જતા હતા. પરંતુ આજે તેઓ કેન્યાના જાણીતા બિઝનેસમેનમાંથી એક છે. તેઓનું નેટવર્થ અંદાજિત 4000 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, ફોર્બ્સ લિસ્ટમાં આફ્રિકાના રિચેસ્ટ લોકોમાં પણ તેમની ગણતરી થાય છે.


  12 વર્ષની ઉંમરે આવ્યો બિઝનેસનો વિચાર


  - નરેન્દ્ર રાવલનો હાલના સમયમાં કેન્યા સિવાય સાઉથ આફ્રિકાના અનેક દેશોમાં સ્ટીલ-સિમેન્ટની ફેક્ટરીઓ અને બહોળો કારોબાર છે.
  - રાવલનો જન્મ ગુજરાતની હળવદ જિલ્લાના માથક ગામમાં થયો હતો. તેમના પિતાની સ્પેરપાર્ટ્સની દુકાન હતી. પરિવારમાં બે ભાઇ અને એક બહેન છે. રાવલ સંતાનોમાં સૌથી મોટાં છે.
  - તેઓએ પહેલીવાર 12 વર્ષની ઉંમરે દિવાળી પર ફટાકડાંની દુકાન લગાવીને 6 હજાર રૂપિયાની કમાણી કરી હતી અને ત્યારથી જ તેઓને બિઝનેસનો ચસ્કો લાગ્યો. ત્યારબાદ તેઓએ અનેક નાના-મોટાં બિઝનેસ કર્યા.
  - આ શરૂઆત બાદ તેઓની કેનેડાની સફર શરૂ થઇ. અહીં નૈરોબીના સ્વામીનારાયણ મંદિરમાં પૂજારી નહી હોવાના કારણે રાવલને પુજારી બનવાની ઓફર મળી.
  - તેઓએ આ પ્રપોઝલને તાત્કાલિક મંજૂર કરી લીધી અને નૈરોબી જતા રહ્યા. તેઓને આ કામના બદલે દર મહિને 400 સિલિંગ (કેનેડાનું ચલણ) સેલેરી મળતી હતી.
  - તેઓ ત્રણ વર્ષ સુધી અહીં પૂજારી રહ્યા ત્યારબાદ ફેમિલીની જીદ આગળ લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેઓએ મંદિર છોડવું પડ્યું.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, નરેન્દ્ર રાવલના ટર્નિંગ પોઇન્ટ વિશે...

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પીએમ નરેન્દ્ર મોદી સાથે રાવલ

  લાઇફનો ટર્નિંગ પોઇન્ટ 


  - લગ્ન બાદ તેઓને નેરોબીની એક હાર્ડવેર શોપમાં કામ મળ્યું, જ્યાં દરરોજ 18 કલાક કામ કરવું પડતું હતું. 
  - આ દરમિયાન તેઓની મુલાકાત સ્ટીલ બિઝનેસમેન ડાહ્યાભાઇ પટેલ સાથે થઇ. ડાહ્યાભાઇએ તેઓને 4 લાખ રૂપિયાની મદદ આપીને હાર્ડવેરની એક શોપ ખોલી આપી. 
  - દુકાન ચાલી અને 1992માં 70 હજાર ડોલરની લોન મળી ગઇ. રાવલભાઇએ આ પૈસાથી એક નાનકડી સ્ટીલ કંપની ખોલી. 
  - ત્યારબાદ તેઓએ નેરોબીના રિવર ટાઉનમાં એક મોટી સ્ટીલ કંપની ખોલી. આ સ્ટીલ કંપની બાદ રાવલભાઇએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.  

   

  આગળની સ્લાઇડમાં જાણો, રાવલભાઇ કેટલી કંપનીઓના છે માલિક... 

   

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મંદિરના પૂજારીથી સ્ટીલ કિંગ સુધીની સફર

  કેન્યાના સ્ટીલ કિંગ 


  - તેઓએ કેન્યામાં અનેક સ્ટીલ કંપનીઓના પાયા નાખ્યા અને આજે તેઓ કેન્યામાં અનેક સ્ટીલ મિલના માલિક છે. રાવલભાઇની યુથોપિયા, યુગાન્ડા અને કાંગોમાં અનેક સ્ટીલ ફેક્ટરીઓ છે. 
  - હવે તેઓની કંપની એવિએશન, પેકેજિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. રાવલભાઇની કંપનીઓથી આફ્રિકાના 4 હજારથી વધુ લોકોનેલ રોજગાર મળે છે. તેઓ આફ્રિકાની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ કંપનીના માલિક છે. 
  - તેઓ નેરોબીનમાં 4 સ્ટીલ પ્લાન્ટ અને બે સિમેન્ટ કંપનીઓના માલિક છે. તેઓની કંપની વાર્ષિત 7.5 લાખ ટન સ્ટીલનું પ્રોડક્શન કરે છે અને તેઓનું 45 હજાર કરોડનું ટર્ન ઓવર છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, કંપની વેચવાની મળી હતી ઓફર... 

   

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  4000 કરોડના છે માલિક

  કંપની વેચવાની મળી હતી ઓફર 


  - રાવલને કંપની વેચવાની અનેક ઓફર મળી, જેને તેઓ ઠુકરાવી ચૂક્યા છે. તેઓને આફ્રિકાના રિચેસ્ટ મેન અલિકો ડેંગોતોએ અંદાજિત 8 વર્ષ પહેલાં 'દેવકી ગ્રુપ' કંપનીને મોં માંગ્યા દામ પર ખરીદવાની ઓફર આપી હતી, પરંતુ રાવલ રાજી થયા નહીં. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, નરેન્દ્ર રાવલને મળેલા સન્માન વિશે... 

   

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સોશિયલ વર્ક માટે તેઓને સન્માનિત કરવામાં આવ્યા

  સોશિયલ વર્ક માટે મળ્યું સન્માન 


  - રાવલ આફ્રિકામાં સોશિયલ વર્ક માટે પણ પ્રખ્યાત છે. કેન્યામાં તેઓએ ગરીબ બાળકો માટે ફ્રી એજ્યુકેશન, પાણીની સુવિધા, એડ્સ પીડિતોની મદદ સહિત અનેક સોશિયલ વર્ક કર્યા છે. 
  - આ કામો માટે તેઓને કેન્યાના સર્વોચ્ચ એવોર્ડ Elder of Burning Spearથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 
  - 2007માં તેઓને કેન્યાના પ્રેસિડન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  - જ્યારે, 2012માં તેઓને યુકેના ફિલેનથ્રોપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. 

 • Kenyan Multi-Millionaire Steel Tycoon Narendra Raval
  કેન્યાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ