તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમાનના સલાલા બંદરે સલાયાના 4 યુવાનના ગેસ ગૂંગળામણથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા ચાર યુવાનો - Divya Bhaskar
દરિયાઈ તોફાનમાં ડૂબી ગયેલા ચાર યુવાનો

સલાયા:  ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે દરિયાઇ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢયા બાદ તેમાંથી  પંપ વડે  પાણી બહાર કાઢતી વેળાએ ફુટવાલ ફિટ કરવા જતા ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવતા ચારેય યુવાનોના પરિવારમાં ઘેરા શોકની લાગણી અને નાના એવા ગામમાં ભારે અરેરાટી પ્રસરી છે. બનાવની મળતી વિગત અનુસાર સલાયાના  ચાર યુવાનો ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે આવેલા વિનાશક દરિયાઇ તોફાનમાં પાણીની  અંદર ગરક થયેલા વહાણ વલીદને ગુરૂવારના રાત્રે 2.30 કલાકની આસપાસ ક્રેઇનની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હતાં.


આ દરમિયાન વહાણની  અંદર ભરાયેલા પાણીને પંપની મદદથી બહાર કાઢી રહ્યા હતાં ત્યારે એક યુવાન નીચે   ફુટવાલ ફિટ કરવા ઉતર્યો હતો. જે થોડા સમય સુધી બહાર ન આવતા મદદ માટે  અન્ય ત્રણેય યુવાનો નીચે ઉતર્યા હતાં પરંતુ વહાણની નીચે ગેસ ગળતરને કારણે  ચારેય યુવાનોના ગૂંગળામણથી મોત નિપજયા હતાં.બનાવની ઓમાનની સિકયુરિટી વિભાગને જાણ કરાતા જ તાકીદે સુરક્ષા જવાનોનો કાફલો દોડી આવ્યો હતો અને  ચારેય યુવાન  કિસન વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.24), અક્ષય વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.22), મૌસીમ જબાર કેર (ઉ.વ.23) અને હમીદ સલુ મોદી (ઉ.વ.40)ને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલ ખસેડયા હતાં.પરંતુ  તબીબે ચારેય યુવાનોના ઘટના સ્થળે  મૃત્યુ થયાનું જણાવ્યું  હતું.