તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડની કવાયત, ડૂબતાં માણસને હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ કોસ્ટગાર્ડ ડે નિમિત્તે પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ડે એટ સીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા 1300 લોકોને 3 કલાક સુધી સમુદ્રમાં સફર કરાવાઈ હતી. આ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનો કેવી રીતે દેશની સુરક્ષા કરતાં હોય છે તે અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું.  કોસ્ટગાર્ડના જવાનોએ આ સમયે દિલધડક કરતબો પ્રસ્તુત કર્યા હતા. ડૂબતાં માણસને કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટરની મદદથી બચાવ્યો હતો. કોસ્ટગાર્ડના જવાનોનું રેસ્ક્યૂ ઓપરેશન જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...