તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝારખંડની યુવતીઓને ઘરકામના બહાને વેચવાના કૌભાંડનો સુરતમાં પર્દાફાશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર મેરી - Divya Bhaskar
ભોગ બનનાર મેરી
  • દેશભરમાં એ.કે. મેઇડ ઍન્ડ નર્સિંગ બ્યૂરોના નામે ષડયંત્ર
  • યુવતીને રૂ. 51 હજારમાં વેચી નાખનાર એજન્સી દર મહિને પગારના 2 હજાર પણ લઇ લેતી

સુરત: ઝારખંડની યુવતીઓને સારી નોકરી અપાવવાની લાલચ આપી સુરત લાવી ઘરકામ કરવા વેચી દેવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ રીતે ફસાયેલી એક યુવતીએ તેનાં માતા-પિતાને જાણ કરી હતી. ત્યાંના અધિકારીઓએ સુરત જિલ્લા બાળસુરક્ષા અધિકારીનો સંપર્ક કરી જાણકારી આપી હતી. આ રીતે એક યુવતીને મુક્ત કરાવવામાં બાળસુરક્ષા ખાતાની ટીમ સફળ રહી હતી. આ ષડયંત્રમાં અન્ય કેટલી યુવતીને વેચી નાખવામાં આવી છે એ મુદ્દે તપાસ કરાઇ તો મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાતી નથી.

 

 

એક વર્ષ પહેલાં ઝારખંડની એક યુવતીને એ. કે. મેઇડ ઍન્ડ નર્સિંગ બ્યૂરોએ સુરત શહેરમાં વેચી નાખી હતી. સુરતના વી. આર. મોલ પાસે રહેતા એક વેપારીને ત્યાં આ યુવતી ઘરકામ કરવા વેચવામાં આવી હતી. આ અંગેની જાણ સુરત જિલ્લા બાળસુરક્ષા એકમને થતાં જે વેપારીને ત્યાં રહી યુવતી કામ કરતી હતી ત્યાં જિલ્લા બાળસુરક્ષા એકમના અધિકારીઓ પહોંચી ગયા ને યુવતીને છોડાવી હતી.  ઝારખંડ મહિલા આયોગને જાણ કરાતાં ૭મી જાન્યુ.એ આયોગ યુવતીનો કબજો લેવા સુરત આવશે. 

સુરત જિલ્લા બાળસુરક્ષા એકમના અધિકારીએ ઝારખંડ મહિલા આયોગને આ અંગે જાણ કરતાં ૭મી જાન્યુઆરીએ મહિલા આયોગ આ યુવતીનો કબજો લેવા સુરતમાં આવશે અને ત્યાર બાદ તેના પરિવારને કબજો સોંપશે.આ કંપની યુવતીને ઘરકામ કરવા મોકલે  એ વખતે જે-તે શેઠ પાસેથી રૂ. 51 હજાર લઈ લે છે. ત્યાર પછી દર મહિને રૂ. બે હજાર પગાર આપવાનો થાય  તે પણ યુવતીને નહીં પણ કંપની જ લઈ લે છે. આ રીતે સારી નોકરીની લાલચ  આપે પણ પછી ઘરકામ કરવા યુવતીઓને વેચી નાખવામાં આવતી હોવાની હકીકત સપાટી પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...