તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાકિર નાઈકના NGOએ રાજીવ ગાંધી ટ્રસ્ટને કર્યું હતું 50 લાખ રૂપિયાનું દાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી. ઈસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) દ્વારા શુક્રવાર 9 સપ્ટેમ્બરે એક મોટો ખુલાસો કર્યો છે. IRFના જણાવ્યા મુજબ, તેઓએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ને 50 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. આ ડોનેશન 2011માં આપવામાં આવ્યું હતું. પોતાના બચાવમાં RGFનું કહેવું છે કે પૈસા તેમને નથી મળ્યા પરંતુ તેમના સાથી સંગઠન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (RGCT)ને આપવામાં આવ્યા હતા. તેની સાથે જ RGFએ એમ પણ કહ્યું છે કે તે નાણાં થોડા મહિના પહેલા પરત પણ કરી દેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુસાર ઝાકિરની NGOએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે સંલગ્ન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (RGCT)ને 2011માં દાન આપ્યું હતું. RGCT સેવાના ધોરણે કામ કરતી રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા છે. ગ્રામીણ ગરીબોની વિકાસલક્ષી જરૂરિયાતો સંતોષવા વર્ષ 2002માં તેની સ્થાપના થઇ હતી. તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કાર્યરત છે.

IRFના પ્રવક્તા આરિફ મલિકે જણાવ્યું હતું કે IRF દ્વારા RGCTને 2011માં 50 લાખ રૂપિયાનું દાન અપાયું હતું, જે RGCTએ આ વર્ષે જુલાઇમાં ઢાકાની રેસ્ટોરન્ટમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પરત કર્યું હતું. RGCTએ કયા કારણથી આમ કર્યું હતું તેની અમને જાણ નથી પણ અમારો મુદ્દો એ છે કે અમે અન્ય NGOને પણ દાન આપ્યું હતું તો પછી આ એક જ NGOને શા માટે અલગ તારવવામાં આવી છે

ઝાકિરની સંસ્થાએ કહ્યું, અમને હજુ સુધી પૈસા નથી મળ્યા પરત
- IRF પોતાની વાત પર હજુ વળગેલું રહ્યું છે કે તેઓએ RGFને જ ડોનેશન આપ્યું છે અને તે પૈસા કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ માટે નહોતા.
- IRFનું એમ પણ કહેવું છે કે તેઓને પૈસા હજુ સુધી પરત નથી મળ્યા. IRFના પ્રવક્તાએ કહ્યું કે, શક્ય છે કે તે પૈસા પરત કરવાના હોય પરંતુ અમને અત્યાર સુધી પૈસા નથી મળ્યા.
- પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, અમારી સંસ્થાએ RGFને 2011માં 50 લાખ રૂપિયા આપ્યા હતા. અમે લોકો RGF જેવી અનેક એનજીઓને ડોનેશન આપે છે જે છોકરીઓના ભણતર પર કામ કરે છે.
- આ પૈસા મેડિકલ, સર્જરી જેવી સ્ટ્રીમમાં ભણતર કરનારી છોકરીઓ માટે ફાળવવામાં આવે છે.
સોનિયાથી લઈ મનમોહન સિંહ છે ટ્રસ્ટમાં સક્રિય
- RGCTની સ્થાપના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરા દ્વારા કરવામાં આવી હતી.
- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ RGCT સાથે સંકળાયેલા છે. આ તમામ લોકો RGFના પણ ટ્રસ્ટી છે.

ઝાકિરનું 50 લાખનું ડોનેશન તેને છાવરવા માટેની લાંચ : ભાજપ


કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઝાકિર નાઇકની એનજીઓ દ્વારા અપાયેલું 50 લાખ રૂપિયાનું દાન ઝાકિરની દેશવિરોધી પ્રવૃત્તિઓને છાવરવા માટે અપાયેલી લાંચ હતી.


મોદી સરકારનું અમને બદનામ કરવાનું કાવતરું : કોંગ્રેસ


કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટે કાયદાનુસાર જ દાન મેળવ્યું હતું અને ઝાકિર નાઇક, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ અંગે સર્જાયેલા વિવાદને પગલે તે દાન પરત કરાયું હતું. મોદી સરકાર નર્યા જૂઠાણાના આધાર પર કોંગ્રેસને બદનામ કરી રહી છે.

મારી સામેના પગલાં ભારતીય મુસ્લિમો પર હુમલો: ઝાકિર

પોતાની NGOનું વિદેશી ફન્ડિંગ અટકતાં જ ઝાકિર નાઇકે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા પોતાના વિરુદ્ધની કાર્યવાહીને દેશના મુસ્લિમો પર હુમલો ગણાવી છે. એક પત્રમાં તેમણે કહ્યું છે કે તેમના પર અને IRF પર પ્રતિબંધ લાદવો દેશના 20 કરોડ મુસ્લિમો સાથે અન્યાય ગણાશે. સરકારને 5 સવાલ પણ પૂછ્યા કે તેમણે એવું તો શું કરી નાખ્યું કે બધા તેમને ડૉ.ટેરર અને આતંકના ઉપદેશક કહેવા લાગ્યા સરકારી એજન્સીઓને તપાસમાં તેમના વિરુદ્ધ કોઇ પુરાવા ન મળ્યા હોવા છતાં વારંવાર તપાસ કેમ કરાય છે ઝાકિરે ઉમેર્યું હતું.

આગળની સ્લાઈડમાં વાંચો, તપાસ દરમિયાન થયો ખુલાસો, ઝાકિરની સંસ્થાને મળે છે વિદેશથી ફંડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો