તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISIS માટે યુવાનોની ભરતી કરવાના આરોપમાં ઝાકિર નાઈકનો સાથીની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઢાકામાં આતંકી હુમલા બાદ વિવાદોમાં આવેલા ઝાકિર નાઈકના એક સાથી અરશીદ કુરૈશીની ધરપકડ કરવામાં આવી છે. તેની પર આરોપ છે કે તે આઈએસઆઈએસ માટે કેરળના યુવાનોની ભરતી કરતો હતો. એમ પણ સામે આવ્યું છે કે, કુરૈશી ઝાકિર નાઈકના ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ) સાથે પણ જોડાયેલો હતો. કેરળ પોલીસે મહારાષ્ટ્રના એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી.
આઈઆરએફના પ્રવક્તાએ કોઈ ટિપ્પણી ન કરી

- જો અરશીદ આઈઆરએફ સાથે જોડાયેલો છે તે વાત કન્ફર્મ થઈ જાય છે તો ઝાકિર નાઈકના ફાઉન્ડેશન સાથે જોડાયેલા પ્રથમ વ્યક્તિની ધરપકડ થઈ ગણાશે.
- પોલીસે અરશીદની બુધવારે રાતે ધરપકડ કરી હતી.
- જોકે, આ મામલે આઈઆરએફના પ્રવક્તાએ કોમેન્ટ કરવાનો ઈનકાર કર્યો હતો.
- ઢાકાના કૈફેમાં થયેલા આતંકી હુમલામાં 2 આતંકીઓએ ઝાકિર નાઈકની સ્પીચથી પ્રભાવિત થયા હોવાની વાત કરી હતી.
- અરશીદને મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે.
- પહેલા મહારાષ્ટ્ર એટીએસ અરશીદની પૂછપરછ કરશે અને તે પછી તેને કેરળ લઈ જવામાં આવશે.
કેરળના વ્યક્તિએ પોલીસને આપી હતી માહિતી

- કેરળના એબિન જેકબ (25)એ કોચ્ચિ પોલીસને જણાવ્યું કે, તેની બહેન મેરિન ઉર્ફ મરિયમ, તેના પતિ બેસ્ટિન વિન્સેંટ ઉર્ફ યાહ્યા સાથે ગુમ છે.
- એબિને જણાવ્યું કે, તેને બળજબરીપૂર્વક ઈસ્લામમાં કન્વર્ટ કરવાના પ્રયાસ બાદ આઈએસઆઈએસમાં સામેલ થવાનું કહેવામાં આવ્યું.
- એબિનના જણાવ્યા પ્રમાણે, ઈસ્લામમાં કન્વર્ટ કરવા પાછળ બેસ્ટિન અને કુરૈશીનો હાથ હતો.
- એબિનના નિવેદનના આધારે પોલીસે બંનની ગેરકાયદેસર પ્રવૃત્તિ (પ્રિવેંશન) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે શુ કહ્યું ?

- એર્નાકુલમના એસીપી કેવી વિઝયને જણાવ્યું, નિવેદન પ્રમાણે કુરૈશી અને એબિનની ઈસ્લામ અપનાવવા અને આઈએસ જોઈન કરવા દબાણ કર્યું.
- બેસ્ટિન, એબિનને મુંબઈ લઈને આવ્યો અને તેની કુરૈશી સાથે મુલાકાત કરાવી. એબિનને લાઈબ્રેરી લઈ ગયા અને ત્યાં દરેક ધર્મની તુલના કરી જણાવવામાં આવી.
- એબિન પર આ મુલાકાતની કોઈ અસર ન થઈ અને કેરળ પરત ફર્યો. કેરળથી 21 લોકો ગુમ છે. જેમની આઈએસ જોઈન કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેમ વિવાદોમાં છે ઝાકિર ?
- ઢાકા હુમલામાં માર્યા ગયેલા 6 આતંકવાદીઓમાં બે આતંકવાદી નિબ્રાસ ઈસ્લામ અને રોહન ઈમ્તિયાઝ ઝાકિર નાઈકથી પ્રેરિત હતા. તે તેમની સ્પીચ સાંભળતા હતા.
- ત્યારબાદથી તે વિવાદોમાં છે. કાશ્મીરમાં માર્યા ગયેલા હિઝબુલ મુઝાહિદ્દીન આતંકી બુરહાન વાનીએ પણ તેમના ટ્વિટર પર ઝાકિરના સમર્થનમાં ટ્વિટ કરી હતી.

કોણ છે ઝાકિર નાઈક?
- ઝાકિરનો જન્મ મુંબઈમાં 18 ઓક્ટોબર, 1965ના રોજ થયો હતો.
- તેમણે એમબીબીએસ કર્યું છે. નાઈક એક ઈસ્લામિક ધર્મગુરુ, રાઈટર અને સ્પીકર છે.
- આ ઉપરાંત તે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન કે આઈઆરએસના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છે.
- તેમનું ફાઉન્ડેશન પીસ ટીવી ચેનલ પણ ચલાવે છે. દાવો છે કે, તેને વિશ્વભરમાં અંદાજે 100 કરોડ લોકો જોવે છે.
- ફેસબુક પર તેમના 1 કરોડ 14 લાખ ફોલોઅર્સ છે. નાઈક પર યુકે, કેનેડા, મલેશિયા સહિત પાંચ દેશોમાં પ્રતિબંધ છે.
- નાઈકે કહ્યું હતું કે, 90 ટકા બાંગ્લાદેશી તેને ઓળખે છે જેમાં વેપારીઓ, નેતા અને સ્ટુડન્ટ્સ પણ છે.
- 2012ના એક વીડિયોમાં દિગ્વિજય સિંહ ઝાકિરને શાંતિદૂત કહેતા જોવા મળ્યા હતા.
મુસ્લિમો બને આતંકી - નાઈક

- ‘‘જો ઓસામા બિન લાદેન ઇસ્લામના દુશ્મનોને આતંકિત કરતો હોય તો હું તેની સાથે છું. જો તે અમેરિકાને આતંકિત કરતો હોય તો પણ હું તેની સાથે છું, કારણ કે અમેરિકા દુનિયાનો મોટામાં મોટો આતંકવાદી છે. આ સંયોગોમાં દુનિયાના દરેક મુસ્લિમે આતંકવાદી બનવું જોઇએ.’’
(આગળની સ્લાઈડ્માં જુઓ સંબંધિત તસવીર....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો