BJPના અધ્યક્ષ અમિત શાહને મળ્યો ક્રિકેટર યુવરાજ સિંહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યુવરાજ સિંહ અને અમિત શાહની ફાઈલ તસવીર)

નવી દિલ્હી: શુક્રવારે હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ ક્રિકેટર યુવરાજ સિંહે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. યુવરાજ સિંહ હરિયાણા અને મહારાષ્ટ્રમાંથી ભાજપનો પ્રચાર કરે તેવી શક્યતા છે અને યુવરાજ સિંહ હરિયાણામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે આવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

યુવરાજ સિંહે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે શુક્રવારે સાંજે હરિયાણામાં ચૂંટણીની તારીખની જાહેરાત બાદ મુલાકાત કરી હતી. એવી ચર્ચા છે કે યુવરાજ પંચકુલા અથવા કુરુક્ષેત્રમાંથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી શકે તેવી શક્યતા છે. યુવરાજ ગુડગાંવથી પણ ચૂંટણી લડી શકે તેવી પણ ચર્ચાઓ છે જ્યાં તેની માતા રહે છે.

સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજ સિંહ બીજેપી માટે ફક્ત ચૂંટણી પ્રચાર કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. અમિત શાહ અને યુવરાજ સિંહ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવી નથી રહ્યું.

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પણ ચૂંટણી મેદાનમાં કિસ્મત અજમાવી ચૂક્યા છે. તેમણે 2009માં પંચકુલા સીટ પરથી આઈએનએલડીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો કોંગ્રેસના ઉમેદવાર દેવેન્દર સામે પરાજય થયો હતો. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે.