તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 વર્ષની વયથી જ ગીતો ગાતી રહી છે આ યુવતી, હવે બની યુટ્યૂબ સ્ટાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ વીડિયો શેરિંગ વેબસાઈટ યુટ્યૂબ પર દેશ-વિદેશના ઘણા લોકોને પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરવાની તક આપી રહ્યું છે. યુટ્યૂબ પર સિંગિંગ સ્ટાર વિદ્યા અય્યર ઘણી ચર્ચિત થતી જોવા મળી રહી છે. વિદ્યાના યુટ્યૂબ ચેનલે ‘વિદ્યાવોક્સ’ના 20 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે.
 
વિદ્યા છે યુટ્યૂબ સ્ટાર

- ભારતમાં જન્મેલી અમેરિકન આર્ટિસ્ટ વિદ્યાએ પહેલો મેશઅપ કવર યુટ્યૂબ પેજ ‘વિદ્યાવોક્સ’ વર્ષ 2015માં રિલીઝ કર્યો હતો. 
- મ્યૂઝિક કંપોઝર શંકર ટકરના યુટ્યૂબ ચેનલ ‘ધ શ્રૃતિબોક્સ’ પર સૌથી પહેલા વિદ્યા અય્યર અને તેની બહેન વંદનાએ પર્ફોમ કર્યું હતું.
- વિદ્યાએ બીબરના ‘લેટ મી લવ યુ’ અને અરીજીત સિંહના ‘તુમ હી હો’ના ગીતોને મીક્સ કર્યા હતા જે ઘણા હિટ રહ્યાં હતા.
- વિદ્યાવોક્સના 32 વીડિયોમાં હોલીવુડ અને બોલીવુડ સહિત અન્ય ભાષાના ગીતોનું મેશઅપ સોંગ તૈયાર કર્યા છે.
- યે જવાની હૈ દિવાનીના ગીત કબીરાના મેશઅપ ગીતને રેકોર્ડ 30 લાખ વ્યૂઝ મળ્યા હતા.
-  યુટ્યૂબ સ્ટાર વિદ્યાનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. તેણે 5 વર્ષની વયથી જ ગીતો ગાવાનો પ્રારંભ કર્યો હતો.
- વિદ્યા 8 વર્ષની વયે માતા-પિતા સાથે અમેરિકા રહેવા જતી રહી હતી. તે તામિલ, તેલુગૂ, ઈંગ્લિશ અને હિંદી ભાષાઓ પર પકડ રાખે છે.
- વિદ્યાના માતા-પિતા તેને ડોક્ટર બનાવવા માગતા હતા, જોકે તેને સંગીતમાં રસ હતો અને તે શીખવા તે મુંબઈ આવી હતી.
- વિદ્યાએ સાઈકોલોજીમાં ડિગ્રી મેળવેલી છે. શાહરુખ ખાન અને રિતિક રોશન પણ વિદ્યાની પ્રશંસા કરી ચૂક્યા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વિદ્યા અય્યરની વધુ તસવીરો..............) 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો