ચંદીગઢના યુવાને બનાવી અનોખી ડિવાઇસઃ દૃષ્ટિહિનોએ લાકડીના આધારે નહીં રહેવું પડે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંડીગઢ: અત્યાર સુધી દૃષ્ટિહિનોએ હરવા-ફરવા માટે દરેક સમયે લાકડી પર આધાર રાખવો પડતો હતો. પરંતુ ચંડીગઢના એક યુવાન અભિનવ એસ. વર્માએ એવી ડિવાઈસ તૈયાર કરી છે, જેનાથી તેમને દરકે સમયે લાકડી લઈને ચાલવાની જરૂર નહીં પડે. આ ડિવાઈસને માત્ર આંગળીમાં પહેરવાથી જ તેમને ખબર પડી જશે કે આજુબાજુના ચાર મીટરના વિસ્તારમાં કોઈ અવરોધો છે કે નહીં.
- દૃષ્ટિહિનોએ લાકડીના આધારે નહીં રહેવું પડે
- ચંડીગઢના યુવાને બનાવી એવી ડિવાઈસ જે દૃષ્ટિહિનોને અવરોધોની ચેતવણી આપશે

અભિનવે એકવર્ષમાં આ ડિવાઈસ તૈયાર કરી છે. ટૂંક સમયમાં જ તે તેની કંપની બનાવીને આ ડિવાઈસનું મોટાપાયા પર ઉત્પાદન કરશે. આ માટે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોલોબરેશન કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે તેની ઈલેક્ટ્રોનિક ડિઝાઈનિંગ વિદેશમાં થશે, જ્યારે એસેમ્બલિંગ ભારતમાં થશે. ચિતકારા યુનિવર્સિટી રાજપુરામાં બીટેક મિકેનિકલના ચોથા વર્ષના વિદ્યાર્થી અભિનવે આ ડિવાઈસને એક સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરી હતી, ત્યાર બાદ 2013માં હોંગકોંગમાં યોજાયેલી ઈવેન્ટ, ‘ડિઝાઈન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ’ માટે મોકલી હતી. જાન્યુઆરીમાં મુંબઈમાં યોજાયેલા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ તેમણે આ ડિવાઈસનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
આવી રીતે કામ કરે છે ડિવાઈસ
આ ડિવાઈસ સાઉન્ડના પ્રિન્સિપલ પર કામ કરશે. તેમાં બે સ્પીકર છે, જે ટ્રાન્સમીટર અને રિસીવરનું કામ કરશે. ત્યાં માઈક્રો ચીપ તેમને સિગ્નલ આપશે, જેના પગલે ચાર મીટરના વિસ્તારમાં તેમના માર્ગમાં કંઈ પણ આવશે અથવા કોઈ આવશે તો તે અંતર મુજબ વાઈબ્રેટ કરવા લાગશે. તેને યુએસબી અથવા ફોન ચાર્જરથી ચાર્જ કરી શકાશે. તેની કિંમત અંદાજે રૂ. 2 હજાર છે. કોઈ હાફ કેન સહિત ખરીદે તો તે લગભગ રૂ. 3,000માં પડશે.
અભિનવને આવી રીતે આવ્યો વિચાર

અભિનવે કહ્યું કે તેને યુનિવર્સિટીમાં એક પ્રોજેક્ટ મળ્યો. તેમાં વિઝ્યુઅલી ચેલેન્જ્ડ લોકો માટે એક ડિવાઈસ તૈયાર કરવાની હતી, ત્યારે બે વિદ્યાર્થી સાથે મળીને એક ડમી ગ્લવ તૈયાર કર્યો, જેમાં દરેક આંગળી પર એક સેન્સર હતું. ત્યાર બાદ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ નેશનલ લેવલ કોન્ટેસ્ટમાં ભાગ લીધો. ત્યાં પ્રેઝન્ટેશન આપતી વખતે જજે તેનું વર્કિંગ મોડેલ બનાવવાનું સૂચન કર્યું.
અન્ય સમાચારો પણ છે...