તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Youth Becomes Terrorist To Impress Girls In Ghati Said Hizbul Mujahideen Militant Danish Ahmed

હિઝબુલ આતંકી દાનિશે કહ્યું, છોકરીઓને આકર્ષવા યુવાઓ બની રહ્યા છે આતંકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ  થોડા દિવસો પહેલા હંદવાડા પોલીસ અને 21 RR (રાજપૂતાના રાઇફ્લ્સ) આર્મી સમક્ષ આત્મસમર્પણ કરનારા જમ્મુ-કાશ્મીરના આતંકી દાનિશ અહમદે પુછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે અનેક યુવા ડરના કારણે સરન્ડર નથી કરી રહ્યા તો અમુક યુવાઓ છોકરીઓને આકર્ષવા આતંકનો માર્ગ પસંદ કરી રહ્યા છે.
 
સંગઠન છોડવા પર જાનથી મારી નાંખવાની ધમકી
 
દાનિશ અહમદે જણાવ્યું કે, હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયેલા અનેક યુવા સરન્ડર કરવા માંગે છે પરંતુ તેમના પર સંગઠનનું દબાણ છે. સંગઠન છોડવા પર તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. દાનિશને નોર્થ કાશ્મીરના સ્થાનિક યુવકોને આતંકના માર્ગે લાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આતંકીઓ સાઉથ કાશ્મીરમાં પણ નોર્થ કાશ્મીરની જેમ આતંક ફેલાય તેમ ઇચ્છતા હતા.
 
યુવાનો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા પકડે છે આતંકનો માર્ગ
 
દાનિશે એક એવી વાત જણાવી જે પૂછપરછ કરનારા અધિકારીઓ માટે ચોંકાવનારી હતી. તેણે જણાવ્યું યુવાનો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે આતંકનો માર્ગ પકડે છે. ઘણી સ્થાનિક યુવતીઓ આવા યુવાઓને હીરોનો દરજ્જો આપે છે. આવા યુવાનો ખુદને રોબિન હુડની જેમ રજૂ કરીને છોકરીઓને આકર્ષિત કરે છે.
 
ઘાટીમાં ઘણા કમાન્ડરોની છે ગર્લફ્રેન્ડ્સ
 
ઘાટીમાં સક્રિય ઘણા કમાન્ડરોની અનેક ગર્લફ્રેન્ડ્સ છે. ઘણીવાર તેઓ ગર્લફ્રેન્ડ્સનો ઉપયોગ જાસૂસ તરીકે પણ કરે છે. આવો એક કમાન્ડર અબુ દુઝાના છે, જે પાકિસ્તાની આતંકી છે. ઘાટીમાં તેને લશ્કર-એ-તોઇબાના કમાન્ડરથી ઓળખવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કોણ છે દાનિશ અહમદ