યંગ ઇન્ડિયા: યુવા ખેડૂત બન્યો RTIનો પહેરેદાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છત્તીસગઢના યુવા ખેડૂત કૃષ્ણકુમારે ખેતીની સાથે જ માહિતી અધિકારની લડાઇ પણ ચાલુ રાખી છે. તેઓ ૧૪ એકરના ખેતરમાં દર રોજ સવારે ૪થી ૭ વાગ્યા સુધી ખેડૂતની ભૂમિકા અદા કરે છે. ત્યાર પછીનો સમય આરટીઆઇના દસ્તાવેજો તૈયાર કરવામાં જાય છે. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ પાના મેળવી ચૂકેલા કૃષ્ણકુમાર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ૨૧૭ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ-કર્મચારીઓના ભાંડા ફોડી ચૂક્યા છે. ૨૦૦૨માં ભારત સરકારે તેમને ચૌધરી ચરણસિંહ ખેડૂત શિરોમણી રાષ્ટ્રીય સમ્માન આપ્યું હતું.