• Gujarati News
  • Kashmiri Pandits Organise Protests Against Separatist Leaders

શ્રીનગર : ભાગલાવાદી યાસિન મલિકના નેતૃત્વમાં હિંસક વિરોધ પ્રદર્શનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
*કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહતનો વિરોધ
*લાઠીચાર્જ-ટિયર ગેસના સેલ છોડાયા
શ્રીનગર:
ભાગલાવાદી નેતા યાસિન મલિકના નેતૃત્વમાં એક ભીડે શ્રીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ કાશ્મીરના ખીણ પ્રદેશમાં કાશ્મીરી પંડિતો માટે અલગ વસાહતનો વિરોધ કરી રહ્યાં હતા. જ્યારે બીજી બાજ, જમ્મુમાં કાશ્મીરી પંડિતોએ ભાગલાવાદી નેતાઓની સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે બપોરે ભાગલાવાદી નેતા યાસિન મલિકના નેતૃત્વમાં ભીડે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. તેઓ ખીણપ્રદેશમાં કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોનીઓ ઊભી કરવાનો વિરોધ કરી રહ્યા હતા. હિંસક બનેલી ભીડે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેમને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ તથા ટિયરગેસના સેલ્સ છોડવાની ફરજ પડી હતી.

બીજી બાજુ, શુક્રવારે જ કાશ્મીરી પંડિતોએ જમ્મુમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. તેમણે કાશ્મીરના ભાગલવાદી નેતાઓના વિરોધમાં નારેબાજી કરી હતી, જેઓ તેમના પુનઃવસનની યોજનાનો વિરોધ કરી રહ્યાં છે.