નેતાજીના હાથ પર રોકડ 15 હજાર અને ડિનર સેટની કિંમત દોઢ કરોડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યશોધરા રાજે સિંધિયાએ એફિડેવિટમાં આપી વિગતો
આપ્યું સંપત્તિનું વિવરણ
ભાજપ દ્વારા શિવપુરી બેઠક પરથી સાંસદ યશોધરા રાજે સિંધિયાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ ગ્વાલિયરના પૂર્વ શાસક સિંધિયા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમની પાસે હાથ પર સિલક રૂ. 15,400 છે. જો કે, તેમની પાસે એક ડિનર સેટ છે, જેની કિંમત રૂ. 1.54 કરોડ છે. દાખલ કરેલા ચૂંટણી ઉમેદવારી પત્રકની એફિડેવિટમાં આ વાતનો યશોધરા રાજેએ સ્વીકાર કર્યો છે.
યશોધરા રાજે સિંધિયાને મોંઘી વીંટિયો પહેરવાનો શોખ છે. તેમની પાસે એક હિરાજડિય વિંટી છે. જેની કિંમત રૂ. 6 લાખ 66 હજાર 704 હોવાનું જણાવવામાં આવ્યું છે. યશોધરા સિંધિયા પાસે વર્ષ 1999ના મોડલની મહિન્દ્રા જીપ છે, જેની કિંમત રૂ. 10 હજાર આંકવામાં આવી છે, જ્યારે અન્ય એક સલૂન જીપ છે. જેની કિંમત રૂ. તેર હજાર આંકવામાં આવી છે. તેમની પાસે રૂ. 14 લાખની વીમા પોલિસી છે. નવ બેન્ક એકાઉન્ટ્સમાં કુલ 13.60 લાખ રકમ છે. યશોધરા રાજે પાસે રૂ. 15 લાખ 68 હજારની કિંમતના શેયર્સ છે.
અન્ય સંપત્તિઓ અંગેની વિગતો વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.