તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીઃ યમુના ભયજનક સપાટીએ, 50થી વધુ ટ્રેનો રદ, બિહારના 150 ગામોમાં પૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી/પટણાઃ વરસાદ અને પૂરનો કહેર દેશના અનેક વિસ્તારોમાં યથાવત રહ્યો છે. શનિવારે દિલ્હીમાં યમુનાનું પાણી ભયજનક સપાટીથી ઉપર આવી ગયું છે. જેના કારણે યમુના બ્રિજ પરથી પસાર થતી 50થી વધારે ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે જ્યારે આગામી 24 કલાક સુધી 90થી વધારે રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. બીજી તરફ, બિહારના ઔરંગાબાદ અને રોહતાસના 150 ગામડાઓ પૂરનું પાણી ઘૂસી ગયું છે. ઝારખંડ અને છત્તીસગઢ પૂરની ઝપેટમાં આવતા લોકોએ જીવ ગુમાવ્યા છે. એમપીમાં પણ ઘણી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે.
બિહારમાં 150થી વધારે ગામડાઓમાં ઘૂસ્યું પાણી
બિહારઃ ઔરંગાબાદમાં એકનું મોત

- ઈન્દ્રપુરી બેરેજથી સાત લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યા બાદ સતત બીજા દિવસે બિહારની સોન નદી ભયજનક સપાટી પર છે.
- જેના કારણે પુનપુન નદી ખતરનાક સ્વરૂપ લઈ ચૂકી છે. રોહતાસ અને ઔરંગાબાદના 150 ગામડાઓમાં પુરનું પાણી ઘૂસી ગયું છે. ઔરંગાબાદમાં એક છોકરીનું ડૂબી જવાથી મોત થયું છે.
- સાસારામમાં એનડીઆરએફની એક બોટ દસ કિમી સુધી તણાઈ ગઈ છે. તેના પર ચાર જવાનો સવાર હતા. જોકે, તમામ સુરક્ષિત છે.
મધ્ય પ્રદેશઃ વિદિશામાં ચારેય તરફ પાણી, સંપર્ક તૂટ્યો

- ભારે વરસાદ બાદ નદી-નાળામાં પાણીની આવક ઝડપી થથા વિદિશાનાં અન્ય શહેરો સાથે સંપર્ટ પૂર્ણ રીતે તૂટી ગયો છે.
- શોયપુર જિલ્લામાં 18 કલાક સતત વરસાદના કારણે રેલવે ટ્રાફિક ઠપ થયો છે. સરારી નદી ભજયનક સપાટી પર વહેતા ગિરધરપુર સ્ટેશન પર ગ્વાલિયરથી જતી નૈરોગેજ ટ્રેન બે કલાક ઉભી રહી હતી.
છત્તીસગઢઃ ડ્રાઈવરની જીદે લીધા પાંચના જીવ

- બોલેરો ડ્રાઈવરની જીદના કારણે જશપુર જિલ્લાના પત્થલગાંવમાં મૈની નદીને પાર કરતા 6 લોકો તણાયા છે.ય પાંચનાં મૃતદેહો મળ્યા છે જ્યારે એક શખ્સ હજુ ગુમ છે.
- જોકે, શુક્રવારે બપોરે એક બોલેરો 13 લોકો સાથે નદીમાં તણાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવર સહિત સાત લોકો કોઈ કારણોસર બચી ગયા હતા અન્ય ગુમ હતા. બધા અસ્થિ વિસર્જન કરીને ગામડે પાછા ફરી રહ્યા હતા.
રાજસ્થાનઃ નદીમાં ફસાયા 6 લોકો, 2 તરીને નિકળ્યા, 2ને બચાવ્યા

- નાહરગઢ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી-નાળા ભરાઈ ગયા બાદ વિવિધ સ્થળે 6 લોકો ફસાયા છે, જેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. બે તરીને બહાર આવી ગયા છે.
- બીજી તરફ, જયપુર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છાંટા પડ્યા છે. બારાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ થયો છે.
પૂરની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો