માનસરોવર યાત્રામાં પહેલીવાર સુરક્ષા માટે ખડકાઈ છે મહિલાઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. મનુષ્યની હિમ્મતને પડકાર આપતા પહાડ અને તેમને ચીરીને વહેતી નદીઓ. ક્યાંક નિસ્તેજ સપાટ, તો ક્યાંક જીવ છોડાવીને ભાગતું હોય તેવુ માટી જેવા રંગનું પાણી. પહાડી નદીઓ કેટલી અનપ્રિડિક્ટેબલ છે. આ નદીઓ જેવી જ તેજ હિમ વિરાંગનાઓને મળવા અમે પહાડ જેવા પડકારોને પાર કર્યાં હતાં.
દિલ્હી થી માલગુડી જેવા રેલવે સ્ટેશન કાઠગોદામ માટે ટ્રેનમાં સવાર થયા હતા. પછી વળાંકોવાળી ખીણમાં 9 કલાકની સફર હતી. પૈડાં થંભ્યા તો અમે મિર્થીમાં હતા. સરહદી સુરક્ષામાં નિયૂક્ત આઈટીબીપી (ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ) નું આ બટાલિયન હેડક્વાર્ટર છે. અહીં થી ધાર્ચુલા થઇ ગુંજી જવાનુ હતું. પગપાળા ત્રણ દિવસમાં 40 કિમીના સીધા ચઢાણનું ટારગેટ હતું.

અચાનક બગડેલા હવામાને ઘણી જગ્યાએ રસ્તો બંધ કરી દીધો હતો. આ રસ્તા ક્યારે ખુલશે તે કોઇ નથી જાણતું. હવે એકમાત્ર ઉપાય હતો હેલિકોપ્ટર, સબસિડી પર ચાલતું આ હેલિકોપ્ટર પહાડો પર વસેલા ગામના લોકોને ઉનાળામાં ત્રણ-ચાર મહીના લાવે-લઇ જાય છે. અમે હેલીપેડ પર રાહ જોઇ રહ્યાં હતાં.
એક હેલિકોપ્ટર પહોંચ્યું, પણ ઓચિંતો વરસાદ પડવા લાગ્યો હતો. સવારે 5.30 થી સાંજ સુધી 10 કલાક રાહ જોયા બાદ અમે પાછા મિર્થી પરત ફર્યાં. બીજા દિવસે સવારે 6 વાગે ફરી હેલિકોપ્ટરની આશામાં ધાર્ચુલા હેલીપેડ પહોંચ્યા હતા. આખો દિવસ રાહ જોયા બાદ સાંજે 4 વાગે હેલિકોપ્ટર હેલીપેડ પર ઉતર્યુ હતું. ત્યારે જઇ ને યાત્રા આગળ વધી શકી હતી.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...