પતિ ન આવ્યો તેડવા તો ધરણા પર બેઠી મહિલા, જાણો શું છે મામલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યમુનાનગર. હરિયાણાના યમુનાનગરમાં એક મહિલાને તેના સાસરિયાએ ઘરમાં પ્રવેશવા દીધી  નહોતી. ઘટના બુધવાર રાતની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મહિલા મોડી રાતે તેની 5 મહિનાની બાળકીને લઈને ઘર આગળ જ ધરણા પર બેસી ગઈ. સૂચના મળતા પોલીસ સ્થળ પર પહોંચી ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે દલીલ થતી રહી.
 
શું છે મામલો
 
- મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન ઈસ્ટ ભાટિયા નગરમાં થયા છે. તેના સાસરિયા ત્રાસ આપતા હતા.
- આ મુદ્દે બંનેના પરિવારજનોએ ઘણીવાર મામલો ઉકેલવાની કોશિશ કરી પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.
- મહિલાનો આરોપ છે તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. જે બાદ તેણે પોલીસ ફરિયાદ કરી કે તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો અને પિયર મૂકી આવ્યો હતો.
- મહિલાએ જ્યારે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી અને મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે તે પત્નીને સાથે રાખવા રાજી થઈ ગયો. પરંતુ હવે તે તેને તેડવા આવતો નહોતો.
- જ્યારે તેણે પતિને વાત કરી તો તેણે કહ્યું તારી રીતે આવી જા. જ્યારે સાસરીમાં પહોંચી ત્યારે ઘરને તાળું મારેલું હતું.
- બુધવારે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી. તે બાળકોને લઈ બાજુની લાઈનમાં ઉભી રહી. સાસરિયાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હોવાનો તેના પર આરોપ છે.
 
 મહિલાએ પોલીસ પર લગાવ્યો કાર્યવાહી ન કરવાનો આરોપ  
 
- પીડિતાએ પોલીસ પર કાર્યવાહી ન કરાવનો આરોપ લગાવ્યો છે.
 -પોલીસનું કહેવું છે કે બંને પ7 વચ્ચે પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં છે.
- પોલીસ અને અન્ય લોકો દ્વારા મહિલાને સમજાવતા તે ધરણા પરથી ઉઠીને પિયર ફરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, અન્ય ફોટા...