શરાબની દુકાન બહાર મહિલાઓના ધરણાં, પોલીસ પહોચી તો થઈ ઝપાઝપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલાઈઃ છત્તીસગઢના લક્ષ્મીનગરમાં દારૂની ભઠ્ઠી ખુલવા સામે એક એપ્રિલથી જ વિરોધ કરી રહેલી મહિલાઓની ધીરજ ખુટી પડી. કલેક્ટર બી. સી. મિશ્રાએ બપોરે લગભગ એક વાગે તેમના પ્રતિનિધિમંડળને કહ્યુ કે વહીવટીતંત્રએ આ જગ્યા નક્કી કરી છે એટલે ભઠ્ઠી ત્યાં જ ખુલશે. ત્યારબાદ સાંજે લગભગ 4 વાગે સુરક્ષા કર્મીઓ સાથે પોલીસ અને આબકારી વિભાગની ટીમ ત્યાં પહોચી. પોલીસ કર્મીઓએ ભઠ્ઠી ખોલાવવાનો પ્રયાસ કર્યો તો ધરણા પર બેઠેલી લગભગ 80 મહિલાઓ તેમને રોકવા લાગી.
આ ઝપાઝપી બાદ પથ્થરમારો પણ શરૂ થઈ ગયો. પછી પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. જેમાં બે મહિલા કોન્સ્ટેબલ સહિત પાંચ લોકો ઘાયલ થઈ ગયા. પોલીસે પુછપરછ માટે ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જો કે આટલી ધમાલ પછી પણ ભઠ્ઠી સાંજે ખુલી ગઈ હતી.
એક એપ્રિલથી લક્ષ્મીનગર શિફ્ટ થઈ ગઈ છે ભઠ્ઠી
આ શરાબની ભટ્ઠી સુપેલાના નિગમ કાર્યાલયની પાછળ હતી. એક એપ્રિલથી તેને લક્ષ્મીનગર શિફ્ટ કરી દેવાઈ છે. લક્ષ્મીનગર રેસિડેન્શીયલ અને કોમર્શીયલ વિસ્તાર છે. આ કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
આગળની સ્લાઈડમાં જૂઓ તસવીરો