અચાનક પલટી ગાડી, નીચે ફસાયેલી મહિલાને મળ્યુ દર્દનાક મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝારખંડના ચાંડિલ વિસ્તારમાંથી પસાર થતી પહાડી પરની સડક પરથી પિકઅપ વેન નીચે પલટી જવાથી મહિલા મજૂરનું મોત થઈ ગયુ. જ્યારે 40-50 મજૂરો ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા. આ ઘટના મોડીરાત્રે બની હતી. લગભગ 40-50 મજૂર એનએચ-33 પર પિકઅપ વેનમાં જઈ રહ્યા હતા. અચાનક વેનચાલકે ગાડી પરનો કાબુ ગુમાવ્યો અને પીકઅપ વેન પલટી ગઈ. જેમાં મહિલા મજૂર સારથી સોરેન (40)નું દબાઈ જવાથી મોત થયુ.
ઘટનાની ખબર મળતા જ આસપાસના ગ્રામિણો પહોચી ગયા અને ઘાયલોના ઈલાજ માટે એમજીએમ મોકલી આપ્યા. જો કે આ ઘટનાના 10 કલાક બાદ પણ પોલીસ નહીં પહોચતા ગ્રામીણોએ વળતરની માંગને લઈને હંગામો મચાવ્યો હતો.
આગળની સ્લાઈડમાં જૂઓ તસવીરો