તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડગાંવ: કરતો હતો છેડતી, છોકરીઓએ રસ્તા વચ્ચે માર્યું સેન્ડલ- વીડિયો વાયરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડગાંવ: હરિયાણાના ગુડગાંવમાં છેડતી કરનાર એક વ્યક્તિને તેની ભારે કિંમત ચૂકવવી પડી છે. તે જે મહિલાઓની છેડતી કરતો હતો તે યુવતીએ તેને રસ્તા વચ્ચે ઝાપટ મારવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારપછી અન્ય યુવતીઓ પણ તેના સપોર્ટમાં આવી હતી અને ત્યારપછી તેને ધક્કા મારીને અને ચપલ બતાવીને કાઢી મૂક્યો હતો. નોંધનીય છે કે આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ગુડગાંવમાં ઓટો રિક્ષામાંથી એક 9 મહિનાની બાળકીને બહાર ફેંકીને તેની માતા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટનામાં તે બાળકીનું પણ મૃત્યુ થઈ ગયું છે.
 
શું છે સમગ્ર ઘટના?

- આ છેડતીની ઘટના શનિવાર રાતની છે. આ ઘટના સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક છોકરો એક છોકરીનો હાથ છોડતો નથી અને છોકરી તેનો હાથ છોડાવાનો પ્રયત્ન કરે છે. ત્યારપછી અન્ય એક વ્યક્તિ તે છોકરીને બચાવવા વચ્ચે આવે છે. તેમ છતા તે વ્યક્તિ તે યુવતીનો હાથ છોડતો નથી. પછી એક મહિલા સામે આવે છે અને છોકરાને ચપ્પલ કાઢીને મારે છે. તે છોકરો બંને મહિલાઓ સાથે થોડી વાર સુધી ચર્ચા કરતો રહે છે. વીડિયોમાં અવાજ મ્યૂટ છે એટલે એ લોકોની વચ્ચે શું ચર્ચા થાય છે તે ખબર નથી પડતી. 
 
આગળની સ્લાઈડમાં જુઓ વીડિયો
અન્ય સમાચારો પણ છે...