તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીધી દેખાતી દરેક યુવતી સીધી નથી હોતી...મહિલાએ ફેસબુક પર શેર કરી પોસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: અહીં એક મહિલાના ફેસબુક પોસ્ટને લઇને હોબાળો મચી ગયો હતો. મહિલાએ પોતાના એફબી એકાઉન્ટ  પર તેની સાથે થયેલી છેડતીની વાત લખી હતી. SSPની નજરમાં આ પોસ્ટ આવતા તેણે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આરોપઓની ધરપકડ કરી લીધી છે.
 
શું છે ઘટના
 
- ગરિમા (નામ બદલ્યું છે) એ જણાવ્યું કે, 9 જુલાઇના રોજ બપોરે હું કાર લઇને ઘરે આવી રહી હતી. કેન્સર ઇન્સ્ટિ્ટયુટ પાસે લોહિયા માર્ગ પર થોડા બદમાશોએ તેની કાર મારી કાર પાસે જ લગાડી દીધી અને ગેરવર્તણૂક કરવા લાગ્યા હતા.
- પહેલા તો મે તેની હરકતોને ગણકારી નહીં પરંતુ ઘણા સમય સુધી તેઓએ આ વર્તન ચાલુ રાખ્યું ત્યારે મે તેનો વિરોધ કર્યો. મારા વિરોધ કરતા જ તેઓ ગાળાગાળી કરવા લાગ્યા. થોડીવાર પછી તેઓ  ત્યાંથી જતા રહ્યા હતા. મે તેની કારનો નંબર નોટ કરી લીધો હતો. 
- ત્યારબાદ હું છેડતીની ફરિયાદ કરવા ગોમતીનગર પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ ત્યાં ઘટના ગૌતમપલ્લી એરિયાની હોવાનું જણાવ્યું હતું. જ્યારે ત્યાં પહોંચી તો ઘટના હજરતગંજ વિસ્તારની હોવાનું  જણાવ્યું હતું. ત્યારબાદ મે ત્યાં ફરિયાદ નોંધાવી અને ઘરે પરત ફરી. 
- ઘરે આવીને ફેસબુક પર બદમાશોની ગાડીનો નંબર શેર કરી સમગ્ર ઘટના વિશે લખ્યું હતું.
- મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું, UP 32 DC 3255 (Silver i10) સભ્યતા અને સંસ્કારના શહેર લખનઉમાં આવતા જ તેમણે મારુ સ્વાગત કર્યું છે...#Eveteasers
- આરોપીઓ પર કાર્યવાહી થયા બાદ 11 જુલાઇના રોજ મહિલાએ એક બીજી પોસ્ટ લખી, 'બદમાશો અન ઓવર કોન્ફિડેન્ટ પુરુષો આ વાતનું ધ્યાન રાખે કે 5 મિનિટની ચુલ, તેમને જિંદગીભર ભારે પડી શકે છે. કારણ કે સીધી-સાધી દેખાતી દરેક છોકરી સીધી નથી હોતી, થોડી તો બિલકુલ પાગલ હોય છે.'
 
જ્યારે SSPની નજર ફેસબુક પર પડી
 
- ગરિમાની ફેસબુક પોસ્ટ થોડા જ સમયમાં વાયરલ થઇ હતી. ત્યારબાદ SSP દિપક કુમારને આ અંગે જાણ થઇ અને તેમણે હજરતગંજ પોલીસને મહિલા દ્વારા શેર કરાયેલ નંબરની ગાડીમાં બેસેલા બદમાશોને શોધવાનું કહ્યું હતું. 
- 10 જુલાઇના રોજ પોલીસે આ બધાની ધરપકડ કરી લીધી હતી.
 
આગળ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...