સલવાર-સૂટમાં જ રિંગમાં ઉતરી મહિલા, ખલીની રેસલરને આમ પછાડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાલંધર (પંજાબ): જાલંધરમાં દિલીપ સિંહ ઉર્ફે ધ ગ્રેટ ખલીના ટ્રેનિંગ સ્કૂલમાં તાજેતરમાં જ બે મહિલાઓની અનોખી ફાઈટ જોવા મળી હતી. અહીં હરિયાણાના પૂર્વ પોલીસ અધિકારી કવિતાએ ભારતની પ્રથમ પ્રોફેશનલ મહિલા રેસલર અને ખલીની સ્ટુડન્ટ બીબી બુલબુલના ઓપન ચેલેન્જને સ્વીકાર્યો હતો. કવિતાએ ચેલેન્જ સ્વીકારતા તે સલવાર-સૂટમાં રીંગમાં ઉતરી હતી.
ધક્કો વાગતા જ કવિતાએ આપ્યો આક્રમક જવાબ....

- મિક્સ માર્શલ આર્ટ્સમાં ચેમ્પિયન રહી ચુકેલી કવિતાએ પ્રથમ તો આ ફાઈટને હળવાશથી લીધી હતી, જોકે બીબી બુલબુલે તેને ધક્કો માર્યો હતો.
- જેને કારણે કવિતાએ ઉભી થયા બાદ બુલબુલ પર આક્રમક હુમલો કરતા તેને પછાડી દીધી હતી અને તેના પર પંચ મારવાની સાથે લાતો મારી હતી.
- આ સમયે અન્ય રેસલરોએ ત્યાં આવી કવિતાને બીબી બુલબુલ પરથી હટાવે છે, જોકે તે સમયે બીબી બુલબુલ હુમલો કરવા આગળ વધતા કવિતાએ તેને ફરીવાર પછાડી દીધી હતી.
- ઉલ્લેખનીય છે કે કવિતા પાવર લિફ્ટિંગ કરે છે અને તે ઘણી ચપળ છે.
ફ્રી સ્ટાઈલ કુશ્તીના દાવ-પેચ શીખી રહ્યાં છે રેસલર

- ખલી દેશ માટે રેસલિંગના નવા સુપરસ્ટાર્સ શોધી રહ્યાં છે.
- આ માટે તેમણે જાલંધરમાં કોન્ટિનેંટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (CWE) નામથી પોતાની એકેડમી ખોલી છે.
- અહીં તે પોતાની જેમ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) માટે યુવાનોને ટ્રેઈન કરી રહ્યાં છે.
- તેમની પાસે દેશના ઘણા રેસલરો ફ્રી સ્ટાઈલ કુશ્તીના દાંવ-પેચ શીખી રહ્યાં છે. જેમાં મહિલાઓ પણ છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ આ અનોખી ફાઈટની વધુ તસવીરો.)
અન્ય સમાચારો પણ છે...