તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રવધૂ માટે લોકોના ઘરે કામ કરે છે સાસુ, જાતે બનાવી આપે છે ટિફિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોટાઃ રાજસ્થાનનાં કોટાના અનંતપુરામાં રહેતા 47 વર્ષીય ગીતા બાઈને એ વાતનું દુઃખ છે કે તેઓ ભણી શક્યા નહીં અને આર્થિક તંગીને કારણે પોતાની પુત્રીને પણ ભણાવી શક્યા નહોતા. જોકે 5 મહિના અગાઉ જ્યારે પુત્રના લગ્ન થયા અને પુત્રવધૂએ આગળ ભણવાની ઈચ્છા જણાવી તો ગીતાબાઈએ તુંરત જ હા પાડી દીધી હતી.
પુત્રવધૂને ભણાવવા ગીતાબાઈ કરે છે ઘરોમાં કચરા-પોતા

- 20 વર્ષીય રુમાલી 11માં ધોરણ સુધી ભણી છે અને તે પછી તેના લગ્ન થઈ ગયા. ગીતા બાઈ હવે પુત્રવધૂને ભણાવવા માગે છે.
- પહેલા તો પતિ અને પુત્રને આ વાત જણાવવાની હિંમત નહોતી થઈ. પરંતુ પછીથી તેમને આ મુદ્દે મનાવી લીધા.
- આ વખતે પણ પૈસાનો મુદ્દો ગીતા બાઈ સામે આવ્યો. જોકે ગીતા બાઈએ હાર માનવાના બદલે અન્ય લોકોના ઘરે કચરા-પોતા કરવાનું કામ મેળવી લીધું અને પછી રુમાલીનું એક ખાનગી સ્કૂલના 12મા ધોરણમાં એડમિશન કરાવી આપ્યું.
પુત્રવધૂને સાસુ જ ટિફિન બનાવી આપે છે

- ગીતા બાઈ રોજ પોતાની વહુને યુનિફોર્મ અને ટિફિન તૈયાર કરી આપે છે. ત્રીજા ધોરણમાં ભણતી નણંદ સાથે રુમાલી સ્કૂલે જાય છે.
- ગીતા બાઈએ ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાવવા અંગે જણાવ્યું કે, સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરાવાતો નથી. આ માટે આર્થિક તંગી છતાં ખાનગી સ્કૂલમાં એડમિશન અપાવ્યું.
- તેઓ પુત્રવધૂને આગળ વધારવા અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
- પોતાનો અભ્યાસ કરવાની સાથે રુમાલી ત્રીજા ધોરણમાં ભણતી નણંદને પણ અભ્યાસમાં મદદ કરે છે.
- રુમાલીના સ્કૂલે જવાની બાબતથી સંપૂર્ણ પરિવાર ખુશ છે. ગીતાના આ કાર્યને કારણે ઈનરવ્હીલ ક્લબ દ્વારા તેમને સમ્માનિત કરવામાં આવી હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો............)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો