તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડધી રાતે પુત્રીએ પિતાને કર્યો મેસેજ, લખ્યું-હવે નથી સહી શકતી અને પછી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાલંધરઃ અહીં એક પરણિત મહિલાએ અડધી રાતે ઝેર ખાય આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ પોતાના પિતાને એક મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે,તે સાસુ હરદીપ કૌરના ત્રાસને કારણે આત્મહત્યા કરી રહી છે.
પિતાએ કહ્યું- રાતે મેસેજ વાંચી લેતો પુત્રીનો જીવ બચી જતો...

- સાસુ-સસરાને આત્મહત્યાની જાણ ત્યારે થઈ જ્યારે પુત્રવધૂની તબિયત વધુ બગડી હતી. તેઓ પુત્રવધૂને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
- આત્મહત્યા પહેલા ગુરજીતે પોતાના પિતા ગુરચરણ સિંહને મોબાઈલ પર મેસેજ મોકલ્યો હતો.
- આ મેસેજમાં તેણે પોતાની સાસને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવી હતી. તેણે લખ્યું હતું કે- ડેડેજી સાસુમા ઘણો ત્રાસ ગુજારે છે, આ ક્લેશને હવે હું સહન નથી કરી શકતી. મને કંઈપણ થાય તો તેની માટે સાસુ હરદીપ કૌર જવાબદાર હશે. આ બધુ જ હું સંપૂર્ણ ભાનમાં કરી રહી છું.
- પોલીસે પતિ લખવિંદર સિહ, સાસુ હરદીપ કૌર અને સસરા હરજિંદર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. સાસુ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે.
- ગુરજીતના પિતાએ કહ્યું કે, પુત્રીએ રાતે 11.05એ મેસેજ કર્યો હતો. જોકે તે સમયે તેમણે મેસજ વાંચ્યો નહોતો. જો તેમણે મેસેજ રાતે જ વાંચી લીધો હોત તો પુત્રીનો જીવ બચાવી શક્યા હોત.
દહેજ માટે આપતા હતા ત્રાસ...

- પોલીસને ગુરજીતના પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રીના લગ્ન 2 વર્ષ પહેલા લખવિંદર સાથે થયા હતા. જે દુબઈમાં મેકેનિક તરીકે કામ કરે છે.
- ગુરચરણ સિંહે આરોપ લગાવ્યો કે, સાસરી પક્ષના લોકોએ અમુક જ મહિનાઓમાં દહેજની માગણીઓ શરુ કરી દીધી હતી. સાસુ-સસરા નાની વાત પર દહેજ બાબતે મેણાં મારતા હતા.
- લખવિંદર બે મહિના પહેલા ભારત પરત આવ્યો ત્યારે ગુરજીતે તેને સાસુ-સસરાના ત્રાસની માહિતી આપી. આ સમયે લખવિંદરે તેના માતા-પિતા સાથે દલીલ કે ઝઘડો ન કરવાની સલાહ આપી હતી.
- અંતે ગુરજીત સાસુ-સસરાના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો