શ્રીનગર: કાશ્મીરના પૂંછ સેક્ટરના બાલાકોટામાં શુક્રવારે પાકિસ્તાને સતત ત્રીજા દિવસે સીઝફાયર વાયોલેશન કર્યું છે. એલઓસીના વિસ્તારમાં પાકે મોર્ટાર ફાયર કરી છે. આ હુમલામાં એક મહિલા પણ ઘાયલ થઈ હોવાની માહિતી મળી છે. પૂંછ સેક્ટરમાં જ બુધવારે રાત્રે 1.30 વાગે ગોળીબારમાં ભારતના બે જવાન ઘાયલ થયા હતા. આ મહિનામાં પાકિસ્તાની સેનાએ પૂંછ અને રાજૌરી સેક્ટરમાં 23 વખત સીઝફાયર કર્યું છે. ઈદના દિવસે 26 જૂનના રોજ પણ પાકિસ્તાની સેનાએ રાજૌરીમાં ગોળીબાર કર્યો હતો. ઘાયલ મહિલાને રાજૌરીની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સવારે 4 વાગે કર્યું ફાયરિંગ
- ડિફેન્સ વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી શુક્રવારે સવારે 4 વાગે મોર્ટાર ફાયર કરવામાં આવ્યા હતા અને ઓટોમેટિક હથિયારોથી પહેલી વાર ભિમ્બર ગલી સેક્ટરમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે.
- 27 જૂને પણ પાકિસ્તાને ભિમ્બર ગલી સેક્ટરમાં સીફાયર વાયોલન્સ કરવામાં આવ્યું છે.
- જૂનમાં પાક તરપથી પૂંછ અને રાજૌરી જિલ્લામાં 23 વખત સીઝફાયર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બે લોકોએ ઘુસણખોરીનો પણ પ્રયત્ન કર્યો હતો. જેમાં 3 જવાન અને એક સ્થાનિકનું મૃત્યુ થયુ છે.