UP: ચાલતી ટ્રેનમાં દલિત મહિલા સાથે ગેંગરેપ; મહિલાને નીચે ફેંકી દેતા પગ કપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ: અહીં ચાલતી ટ્રેનમાં એક દલિત મહિલા સાથે ગેંગરેપની ઘટના બહાર આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, પહેલા તેની સાથે ચાલતી ટ્રેનમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નીચે ફેંકી દેવામાં આવી હતી. મહિલાને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ભાગી ગયા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
સાસરે જતી હતી મહિલા
- આ ઘટના મઉ જિલ્લાના કાઝા ખુર્દ રેલવે લાઈનની છે.
- લોકોના જણાવ્યા પ્રમાણે, મહિલા શનિવારે સાંજે તેના પિયર ઔંણીહારથી તમસા પેસેન્જર ટ્રેનમાં જૌનપુર તેના સાસરે જઈ રહી હતી.
- તે દરમિયાન જ બે લોકોએ તેને આંતરી હતી અને તેની સાથે ગેંગરેપ કર્યા પછી તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. ત્યારપછી મહિલા બેભાન થઈ ગઈ હતી. મહિલાનો એક પગ પણ કાપવો પડ્યો છે.
શું કહે છે ગામના લોકો?

- ઘટનાની માહિતી પોલીસને આપનાર ગ્રામીણ કૈલાશ યાદવનું કહેવું છે કે, તે સવારે ખેતર જઈ રહ્યો હતો. તે જ્યારે કાઝા ખુર્દ રેલવે લાઈન પહોંચ્યો ત્યારે તેણે એક મહિલાની બૂમો સાંભળી હતી.
- કૈલાશ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મહિલા ત્યાં નગ્ન સ્થિતિમાં હતી અને બૂમો પાડી રહી હતી. ત્યારપછી તેણે ગામમાંથી સાડી મંગાવીને પહેરાવી.
- ત્યારપછી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી.
શું કહે છે ડૉક્ટર્સ?

- મહિલાનો ઈલાજ કરી રહેલા ડૉ. રુપેશ રાયે જણાવ્યું કે, અમુક ગ્રામીણોએ મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી. તેનો ડાબો પગ કાપવામાં આવ્યો છે.
- ગામના લોકોના જણાવ્યા પ્રમાણે મહિલા દલિત છે. ગંભીર સ્થિતિના કારણે મહિલાને જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવી છે.
મેડિકલ તપાસ પછી સ્પષ્ટ થશે કેસ

- એસઓ જીઆરપી સુધીર કુમાર સિંહે જણાવ્યું છે કે, મહિલા વિશે માહિતી ભેગી કરવામાં આવી રહી છે. તેની સાથે ગેંગરેપ થયો છે કે નહીં તે મેડિકલ ટેસ્ટ પછી ક્લિયર થશે. ત્યારપછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...