• Gujarati News
  • The Policeman, Satish Chand, Allegedly Accused The Woman Of Traffic Violations

VIRAL : દિલ્હીમાં રૂ. 200ની લાંચ માટે ટ્રાફિક પોલીસે મહિલાને ઇંટ મારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: દિલ્હીમાં મહિલાઓ પ્રત્યે પોલીસનું અસંવેદનશીલ વલણ બતાવનારી એક ઘટના સામે આવી છે.એક વીડિયોમાં ટ્રાફિક પોલીસવાળો જાહેરમાં મહિલાને ઇંટ મારતો દેખાય છે.આ ઘટના સામે કડક પ્રતિક્રિયા જોવા મળી હતી.વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ કમિશનર બી.એસ.બસ્સીએ ઘટના બદલ માફી માગી છે અને પોલીસકર્મીને સસસ્પેન્ડ કરી દેવાયો હતો અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના દિલ્હીના ખાન માર્કેટ વિસ્તારની છે, જ્યાં આરોપી હેડ કોન્સ્ટેબલ સતીશ ચંદ્રા ચેકિંગ કરી રહ્યો હતો.પોલીસના અનુસાર ચંદ્રાએ રેડ લાઇટનો ભંગ કરવા બદલ મહિલાને રોકી હતી અને તે દંડની કાર્યવાહી કરી રહ્યો હતો.
-વીડિયો સામે આવ્યા બાદ કોન્સટેબલ સસ્પેન્ડ, અંતે ધરપકડ કરાઇ
- મહિલા સંતાનોની સ્કૂલેથી આવતી હતી, દિલ્હીના પોલીસ કમિશનરે માફી માગી
જ્યારે મહિલાએ કહ્યું હતું કે તેણે પોલીસને દંડની કાર્યવાહી કરવા કહ્યું હતું,પણ પોલીસવાળાએ 200 રૂપિયા આપીને પ્રકરણને રફે-દફે કરવા કહ્યું હતું.મહિલાએ લાંચ આપવાનો ઇન્કાર કર્યો હતો અને પોતાનું દ્વિ-ચક્રી વાહન આગળ વધારવા લાગી હતી.મહિલાના અનુસાર તેના કારણે પોલીસવાળો ગુસ્સે ભરાયો હતો અને તેણે મહિલાની સ્કૂટીને લાત મારીને પાડી દીધી હતી.તેનાથી મહિલા અને સ્કૂટી પર બેઠેલાં તેનાં બે બાળકો પડી ગયાં હતાં.તે બાદ મહિલએ એક પથ્થર ઉઠાવીને ચંદ્રાની બાઇક પર માર્યો હતો.તે બાદ પોલીસવાળાએ મહિલાને ઇંટ મારી હતી જે તેની પીઠમાં વાગી હતી.
ચંદ્ર સામે કડક પગલાં લેવાશે
દિલ્હીના પોલીસ કમિશનર બસ્સીએ કહ્યું હતું કે આરોપી સામે કડક પગલાં લેવાશે. અમને આ શરમજનક ઘટના સામે ખેદ છે.પોલીસકર્મી સામે કેસ દાખલ કરી દેવાયો છે.
મહિલા સંતાનોની સ્કૂલેથી આવતી હતી
મહિલાએ કહ્યું હતું કે તે પોતાનાં સંતાનોની સ્કૂલમાં મીટિંગમાં ભાગ લઇને પરત ફરી રહી હતી.પોલીસે વાહનના કાગળ અને લાઈસન્સ માગ્યાં હતાં અને રેડ લાઇટનો ભંગ કરવા બદલ 200 રૂપિયા માગ્યા હતા.મેં દંડની પાવતી માગી હતી પણ તેણે પાવતી આપવાનો ઇન્કાર કર્યો હતો.જે બાદ પોલીસે સ્કૂટીને લાત મારીને પાડી દીધી હતી અને પછી ઇંટ મારી હતી.
રાહદારીએ મોબાઇલમાં ઘટનાને શૂટ કરી
ઘટના સમયે પસાર થતા રાહદારીએ પ્રકરણનો વીડિયો શૂટ કર્યો હતો,જેમાં મહિલાએ પહેલા ઇંટ ઉપાડીને પોલીસકર્મીની બાઇક પર મારી હતી જે બાદ પોલીસવાળાએ ઇંટ ઉઠાવીને મારી હતી, જે મહિલાને પીઠ પર વાગી હતી.
પીડિત મહિલાની આપવીત્તિ સાંભળવા ક્લિક કરો આગળની સ્લાઈડ