લખનઉ : ભાજપમાંથી હાંકી કઢાયેલા નેતા દયાશંકરસિંહના પરિવારજનોએ ખુદની સુરક્ષા અંગે છે. પત્ની સ્વાતી સિંહે સમગ્ર વિવાદમાં તેમને તથા 12 વર્ષની પુત્રીને ઢસડવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. માયાવતીના કહેવા પ્રમાણે, તમારી માતા-પત્ની અને પુત્રીને અપમાનિત કર્યાં, ત્યારે ખબર પડી કે મહિલાનું સન્માન શું હોય છે? બીજી બાજુ, દયાશંકરસિંહ હજુ ફરાર છે અને તેમને ઝડપી લેવા માટે બસપાએ 36 કલાકની મહેતલ આપી છે.
માયાવતી કહે, મારી 12 વર્ષીય દીકરીને ક્યાં 'હાજર' કરું?: સ્વાતીસિંહ
- દયાશંકરસિંહના પત્ની સ્વાતીસિંહે રાજકીય વિવાદમાં તેમને તથા તેમની 12 વર્ષની પુત્રીને ઢસડવા સામે નારાજગી પ્રગટ કરી છે.
- સ્વાતીસિંહે કહ્યું હતું કે,મારા પતિએ માફી માંગી છતાં તેમની સામે કાર્યવાહી થઈ, FIR થઈ છે, છતાં માયાવતીજીને સંતોષ નથી.
- મને અને મારી 12 વર્ષની પુત્રીને 'હાજર' કરવાની વાત બસપા નેતાઓ કહે છે.
- પરંતુ માયાવતી શા માટે ચૂપ છે? બહેનજી, કહે કે હું મારી દીકરીને ક્યાં 'હાજર' કરું?
- મારા પતિ સામે તો કાર્યવાહી થઈ, પરંતુ મંચ પરથી મને અને મારી પુત્રીને ભાંડનારા બસપા નેતાઓ સામે કાર્યવાહી કરશે?
- મારા પતિની જીભ કાપી લાવનારને રૂ. 50 લાખનું ઈનામ આપવાની વાત કહેવામાં આવે છે.
- સમાજના નબળા વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હોવાના કારણે તેઓ ગમે-તેમ બોલી શકે?
- શું માયાવતીએ આવા નેતાઓ સામે કાર્યવાહી ન કરવી જોઈએ? પાર્ટીમાંથી હાંકી ન કાઢવા જોઈએ?
- આ પ્રકારની વાતોથી મારી દીકરી આઘાતમાં છે.
તમારી માતા-પુત્રી-પત્નીની વાત થઈ તો ખબર પડી?: માયાવતી
- માયાવતીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, દયાશંકરસિંહની પત્નીની વાત સાંભળીને મેં પાર્ટીના લોકોને નિર્દેશ આપ્યો છેકે, તેમની વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં ન આવે.
- ત્યારે મારા લોકોએ કહ્યું કે, હવે તેમની માતા-પુત્રી અને પત્નીનું અપમાન થયું ત્યારે ખબર પડી કે સ્ત્રીનું સન્માન શું છે?
- સ્વાતી સિંહે બસપા સુપ્રીમો માયાવતી સામે ફરિયાદ નોંધાવવાની વાત કહી છે.
36 કલાકની મહેતલ
- દયાશંકરસિંહના નિવેદનના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ગુરૂવારે યુપીમાં દેખાવો કરવામાં આવ્યા હતા.
- લખનઉમાં મુખ્ય વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. જેમાં પોલીસ અને સામાન્ય રાહદારીઓ સાથે ઘર્ષણની છૂટક ઘટનાઓ ઘટી હતી.
- ઉપરાંત દેશભરમાં બસપા કાર્યકરોએ દેખાવો કર્યા હતા.
- 36 કલાકમાં દયાશંકરસિંહને ઝડપી લેવાની મહેતલ બસપાએ યુપી પોલીસને આપી છે.
- બીએસપીના ચંદીગઢ યુનિટની ચીફ જન્નત જહાંએ ગુરુવારે દયાશંકર સિંહની જીભ પર 50 લાખનું ઈનામ જાહેર કર્યું છે.
- અમદાવાદ,ભોપાલ, દિલ્હીમાં જંતર-મંતર સહિત અનેક સ્થળોએ બસપા કાર્યકરોએ વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં.
- દયાશંકરસિંહ છેલ્લા 36 કલાકથી ફરાર છે. તેમના ભાઈની પણ અટકાયત કરવામાં આવી હતી.
- એવું માનવામાં આવે છે કે, તેઓ શુક્રવારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે.
દલિત સમાજ ભાજપને 'માફ' નહીં કરે: માયાવતી
- રાજ્યસભામાં માયાવતીએ કહ્યું હતું કે, મને 'દેવી' સમજનારા લોકો મને વેશ્યા કહેનાર ભાજપને ક્યારેય માફ નહીં કરે.
- ભાજપના નેતા રાજનાથસિંહ તથા અરૂણ જેટલી પાર્ટીના પૂર્વ નેતા દયાશંકરસિંહના નિવેદન અંગે માફી માંગી ચૂક્યા છે.
- દયાશંકરસિંહને પહેલા ભાજપના ઉપાધ્યક્ષપદેથી અને બાદમા પાર્ટીમાંથી છ વર્ષ માટે દૂર કર્યા હતા.
પ્રતિક્રિયા
- મારા પુત્રે કશું ખોટું નથી કર્યું, છતાંય અમે ક્ષમા માંગીએ છીએ.: દયાશંકરસિંહના માતા
શું હતું દયાશંકરસિંહનું વિવાદાસ્પદ નિવેદન? વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.