અમરનાથ યાત્રીઓને મળશે પ્રીપેડ સિમકાર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જુનના અંતિમ સપ્તાહમાં અમરનાથ યાત્રાનો આરંભ

ચાલુ વર્ષે અમરનાથ યાત્રા પર આવનારા યાત્રીઓને પ્રીપેડ સિમકાર્ડ આપવાની જાહેરાત બીએસએનએલે કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રીપેડ મોબાઇલ સેવા પર પ્રતિબંધ લાગેલો છે. યાત્રીઓને કાશ્મીરમાં આવે છે ત્યારે મુશ્કેલી એ હોય છે કે તેમનો પ્રીપેડ મોબાઇલ ફોન અહીં ચાલતો નથી એટલા માટે બીએસએનએલ આ વર્ષે અમરનાથ યાત્રીઓને જરૂરી દસ્તાવેજો રજુ કરાયા બાદ સિમકાર્ડ આપશે. પણ, યાત્રા પૂરી થયા બાદ તમામ સિમકાર્ડ બંધ કરી દેવાશે, જેથી તેનો દુરુપયોગ ન થાય. આ સુવિધા માટે અનેક સ્થળોએ સિમકાર્ડ આપવાની વ્યવસ્થા થઇ રહી છે.

- યાત્રા માટે ૧૨ અધિકારીની ટીમ તૈનાત

અમરનાથ યાત્રા માટે રાજ્ય સરકારના ૧૨ અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં શરૂ થનારી છે. રાજ્ય સરકારે પહેલીવાર શરૂ કરેલી વ્યવસ્થાના ભાગરૂપે ૧૨ અધિકારીઓની ટીમ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના નિર્દેશ અનુસાર કામ કરશે. પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતી રીતે રચાતાં બરફના શિવલિંગના દર્શન માટેની આ યાત્રા શરૂ થવાની તારીખ સત્તાવાર રીતે હજુ જાહેર કરાઇ નથી પણ, ૨૮ જુનથી લઇને ૨૧ ઓગસ્ટ સુધી યાત્રા ચાલુ રહેવાની સંભાવના છે.