તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પઠાનકોટ અટેકમાં શહીદ થયો હતો ગરુડ કમાંડો, 8 મહીના બાદ થયો પુત્રીનો જન્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાલાઃ 2 જાન્યુઆરીના પઠાનકોટ એરબેસ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ગુરસેવક સિંહના ત્યાં પુત્રીનો જન્મ થયો છે. સવારે 8 કલાકે એક નાનકડી પરીનું આગમન થતા પરિવારમાં ફરી ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે પુત્રીને પિતા ગુરસેવક સિંહને ગુમાવવાનો ગમ પણ પરિવારજનોની આંખોમાં જોવા મળી રહ્યો હતો. પઠાનકોટ હુમલામાં ગરુડ કમાન્ડો ગુરસેવક ઉપરાંત 7 જવાન શહીદ થયા હતા. શહીદ થયાના દોઢ મહિના અગાઉ 18 નવેમ્બર 2015ના જ ગુરસેવકના લગ્ન જસપ્રીત કૌર સાથે થયા હતા.
5 ફેબ્રુઆરીએ ઘરે મનાવવો હતો પત્નીનો જન્મદિવસ

- જસપ્રીત કૌરે જણાવ્યું કે, 5 ફેબ્રુઆરીએ તેનો જન્મદિવસ આવતો હોવાથી પતિ ગુરસેવકે 13 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી રજા માટે અરજી કરેલી હતી.
- 1 જાન્યુઆરીએ સાંજે જસપ્રીત કૌરે પતિને ફોન કર્યો તો તેમણે આટલું કહી ફોન કટ કરી દીધો,‘પછી ફોન કરું છું અને ફોન ન આવે તો સુઈ જજે.’
- તે પછી ફોન ન આવ્યો. જોકે એક અઠવાડિયા બાદ ફેસબુક પર ગુરસેવકના મિત્રની પોસ્ટ જોયા બાદ જસપ્રીતને પતિના શહીદ થવાની જાણ થઈ હતી.
દાદા એરફોર્સમાં મોકલશે પૌત્રીને

- ગુરસેવક સિંહના પિતા સુચ્ચા સિંહે કહ્યું કે, પુત્રની શહાદત પર તેઓને ગર્વ છે.
- હવે પૌત્રી તરીકે ગુરસેવક સિંહ ઘરમાં ફરી આવી ગયો છે. તેને શહીદની પુત્રી હોવાનો ગર્વ થશે.
- જે રીતે ગુરસેવક દરેક ફિલ્ડમાં પ્રથમ રહેતો તે રીતે પૌત્રી પણ આગળ જ રહેશે તેવું તે માને છે.
- સુચ્ચા સિંહે જણાવ્યું કે, જો પૌત્રી એરફોર્સમાં ઓફિસર બની દેશની સેવા કરવા માગશે તો પરિવાર તેને સંપૂર્ણ ટેકો આપશે.
તસવીરોઃ રાજેશ કશ્યપ
(આગળની સ્લાઈડ્સમાં જુઓ શહીદ ગુરસેવક સિંહ અને તેના પરિવારની વઘુ તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો