તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહરૂખ-સલમાનની જેમ ક્લિન સેવ રાખો નહીંતર આત્મહત્યા કરીશ, મૌલવીને પત્નીની ધમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેરઠઃ અહીં રહેતા એક મૌલવીને તેમની પત્નીએ દાઢી ન રાખવાની ધમકી આપી હતી. પત્નીએ મૌલવીને કહ્યું કે, શાહરૂખ-સલમાનની જેમ ક્લિન શેવ રાખો, નહીંતર હું આત્મહત્યા કરી કરીશ. આવામાં પરેશાન મૌલવીએ ડીએમને પત્નીનું કાઉન્સેલિંગ કરાવવા માટે અપીલ કરી છે.
સ્માર્ટફોન પર કરે છે પર પુરુષો સાથે વાત...

- મેરઠના 36 વર્ષીય મૌલવી અરશદ બદરુદ્દીને કહ્યું કે, તેમની પત્નીએ ક્લિન શેવ ન રાખવા પર આત્મહત્યા કરી લેવાની ધમકી આપી છે.
- અરશદનો આરોપ છે કે, તેની પત્ની સ્માર્ટફોન પર કોઈ અન્ય પુરુષ સાથે વાતચીત કરતી હોય છે.
- અરશદને ડર છે કે જો પત્નીએ કોઈ જોખમી પગલું ભર્યું તો તેને ફસાવવામાં આવી શકે છે.
ડીએમને લખ્યો પત્ર

- ડીએમને લખેલા પત્રમાં અરશદે લખ્યું કે,‘હું એક પેશ ઈમામ છું અને ઈસ્લામનો સાચો સમર્થક છું.’
- મે 2001માં પલખુવાની સહાના સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદથી જ તે મને દાઢી ન રાખવા માટે કહી રહી છે. તે કહે છે તેને સલમાન-શાહરૂખની જેમ ક્લિન શેવ કરનારા પુરુષો ગમે છે.
- તે સ્માર્ટફોનમાં અન્ય પુરુષો સાથે વાતચીતમાં વ્યસ્ત રહે છે. મારા મનાવવા પર પણ તે માનતી નથી.
- અમારા 4 બાળકો છે પરંતુ તેની આવી માગ સતત વધી રહી છે.
- અમુક દિવસ અગાઉ મે ઠપકો આપ્યો તો રોવા લાગી અને પોતાના બાળકોને ઝેર ખવડાવી આત્મહત્યા કરી લઈશ તેવી ધમકી આપી હતી.
વેસ્ટર્ન ડ્રેસ ખરીદવા કરતી જીદ

- અરશદે જણાવ્યું કે, પત્નીએ ઈદ પર પોતાના અને બાળકો માટે વેસ્ટર્ન સ્ટાઈલના કપડા ખરીદવા માટે જીદ કરી હતી.
- મે સાથે જવાનો ઈન્કાર કરતા તેણે સુસાઈડ કરવાની ફરીવાર ધમકી આપી.
- તેણે ઈદના બીજા દિવસે પોતાને રૂમમાં બંધ કરી લીધી હતી. અમુક સમય બાદ તે અંદર પંખાથી લટકીને આત્મહત્યાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. અમે માંડ તેને બચાવી હતી.
શું કહ્યું ડીએમએ ?

- આ મામલે ડીએમ દિનેશ ચંદ્રએ કહ્યું કે, આ મામલે તપાસ માટે અરશદના લેટરની કોપી એસએસપીને મોકલી દેવામાં આવી છે.
- વહેલી તકે વાતચીતથી કોઈ ઉકેલ મળી જશે.
(આગળની સ્લાઈડ્માં જુઓ સંબંધીત તસવીર.)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો