ત્રાસવાદીઓએ પતિને મારી નાખ્યા હતા, હવે પત્ની કરશે આર્મી જોઇન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીપત/ઝજ્જર: સૈનિક પતિના દેશ માટે શહીદ થયા પછી હવે પત્નીએ સેનામાં જોડાવાની તૈયારી કરી લીધી છે. 12 એપ્રિલ, 2016 ના રોજ મણિપુરમાં ત્રાસવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા અમિત દેશવાલની પત્ની અમિતા દેશવાલ શોર્ટ સર્વિસ કમિશન ઑફિસર તરીકે ચૂંટાઇ છે અને તેઓ એપ્રિલ 2017માં ઑફિસર ટ્રેઇનિંગ એકેડેમી, ચેન્નઇમાં જોડાશે.
 
હરિયાણા સરકારની નોકરી નકારીને જોઇન કરશે આર્મી
 
નોંધપાત્ર છે કે મેજર અમિત દેશવાલના શહીદ થયા પછી હરિયાણા સરકારે અનીતાને સરકારી નોકરી ઓફર કરી હતી પરંતુ, અનીતાએ આ નોકરી લેવાની ના પાડી દીધી હતી અને આર્મી જોઇન કરવાનો નિર્ણય કર્યો હતો. અનીતાનું કહેવું છે કે મારા પતિ મારા માટે હીરો હતા. હવે આર્મી જોઇન કર્યા પછી ક્યાંક ને ક્યાંક તેઓ હંમેશાં મારી સાથે રહેશે. મેં મારા અંતરનો અવાજ સાંભળ્યો અને આર્મી જોઇન કરવાનો નિર્ણય કર્યો. મારા આ નિર્ણયનું મારા માતા-પિતા અને સાસરીના લોકોએ સમર્થન કર્યું છે.
 
પતિના મૃત્યુ પછી આ રીતે ખેડી અહીં સુધીની સફર
 
પતિ અમિત દેશવાલના મૃત્યુના બે મહિના પછી અનીતા ઝજ્જરથી દિલ્હી શિફ્ટ થઇ ગઇ. તેમણે ત્યાં આર્મીના સર્વિસ સિલેક્શન બોર્ડની તૈયારી શરૂ કરી. નવેમ્બર 2016 માં આર્મી સિલેક્શન સેન્ટર ભોપાલ દ્વારા તેમને સેનાના શોર્ટ સર્વિસ કમિશન માટે રેકમેન્ડ કરવામાં આવ્યા. તેમને આ પોસ્ટ આર્મી સૈનિકની વિધવા મહિલાઓ માટે આરક્ષિત કોટાની અંતર્ગત મળી. હવે તેઓ એપ્રિલમાં ઑફિસર ટ્રેઇનિંગ એકેડેમી જોઇન કરશે.
 
આવી રીતે શહીદ થયા હતા મેજર અમિત
 
ઉલ્લેખનીય છે કે ઝજ્જર જિલ્લાના ગામ સુરહેતીના રિટાયર્ડ સૂબેદાર ઋષિપાલ દેશવાલના દીકરા અમિતે 10 જૂન, 2006 એ આર્મી જોઇન કરી હતી. વર્ષ 2011 માં તેમણે એલાઇડ સર્વિસ જોઇન કરી લીધી. 12 એપ્રિલની રાતે રાષ્ટ્રીય રાઇફલ્સ અને 21 પેરા બટાલિયનના જવાનોનું એક દળ તામેંગલાંગમાં ત્રાસવાદી સંગઠન એનએસસીએનના અને ઝેડયુએફ વિરુદ્ધના એક ઓપરેશન માટે જઇ રહ્યું હતું. ત્રાસવાદીઓએ સેનાના આ દળ પર ગોળીબાર શરૂ કરી દીધો. બંને તરફથી ઘણીવાર સુધી ગોળીઓ ચાલતી રહી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક ત્રાસવાદી માર્યો ગયો. પરંતુ, એક ટ્રેઇન્ડ કમાન્ડો મેજર અમિતને પેટમાં ઘણી ગોળીઓ વાગી. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો...
અન્ય સમાચારો પણ છે...