તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાએ કહ્યું- ન તો હું મારા પતિને છોડીશ કે ન પ્રેમીને, બાળકો તો પ્રેમીનાં છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ મહિલા પોલીસ સ્ટેશનમાં શુક્રવારે એક એવો કેસ આવ્યો, જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. પતિની ફરિયાદ લઈને આવેલી મહિલા પર પતિએ પ્રેમી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. જેના પર મહિલાએ જાહેરમાં આ સંબંધને સ્વીકાર્યો અને કહ્યું કે, ન તો હું મારા પતિને છોડીશ કે ન પ્રેમીને. તેણે તેના બાળકનો પિતા પણ પ્રેમીને ગણાવ્યો. વાંચો શું છે સમગ્ર મામલો...
- જગન્નાથ નગરમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ દારૂ પીને માર મારવાની ફરિયાદ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, તે તેને ખર્ચાઓ માટે પૈસા પણ નથી આપતો.
- બાદમાં પોલીસે તેના પતિને પોલીસ સ્ટેશન બોલાવ્યો, જ્યા પતિએ પત્નીનાં ચારિત્ર્ય પર સવાલો ઉઠાવ્યા.
- તેણે કહ્યું, મારી પત્નીનાં કોલોનીનાં એક યુવક સાથે આડા સંબંધ છે.
- પતિનાં આ આરોપ પર પત્ની ભડકી અને તેના પ્રેમીને પોલીસ સ્ટેશન બોલાવી અને જાહેરમાં તેની સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી.
પત્નીએ કહ્યું, પ્રેમીનાં છે બન્ને બાળકો

પતિનાં આરોપથી રીસે ભરાયેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, મારો પતિ મારું ધ્યાન નથી રાખતો. મારી દરેક જવાબદારી મારો પ્રેમી ઉઠાવી રહ્યો છે. મારા બાળકો પણ તેના જ છે. આ સાંભળીને પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ અવાચક થઈ ગયો. પોલીસ સ્ટેશનનાં એએસઆઈ બબીતા વ્યાસે જ્યારે પ્રેમી સાથે સંબંધો તોડીને પતિની સાથે રહેવાની વાત કરી તો તેણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. તેણે કહ્યું કે, હું પ્રેમીને નથી છોડી શકતી.
પતિને પણ ન છોડી શકુ...

ઘણી સમજાવ્યા છતા પણ ન માનતા એએસઆઈ બબીતા વ્યાસે તેને પતિ પાસેથી છૂટાછેડા લઈને પ્રેમી સાથે રહેવાની સલાહ આપી, પરંતુ તેનો પણ તેને સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. કહેવા લાગી પતિ ભલે મારું ધ્યાન ન રાખે, પરંતુ છે તે મારા પતિ, હું તેને પણ ક્યારેય નહીં છોડુ.
પ્રેમીએ કહ્યું, છ મહિના બાદ છોડી દઈશ સાથ

મહિલાનું આવું વર્તન જોઈને ટીઆઈ જ્યોતિ શર્માએ તેના પ્રેમીને અલગ લઈ જઈને વાત કરી. ટીઆઈએ કહ્યું કે, તેનાં પ્રેમીનાં લગ્ન નથી થયા. જો કે, મહિલા તેને છોડવા માટે તૈયાર જ નથી. એટલા માટે સામાજિક પ્રતિષ્ઠાની વાત કહીને સમજાવવાનાં પ્રયાસો કર્યા. તેને અમને છ મહિના બાદ મહિલાનો સાથ છોડી દેવાની વાત કહી છે.
આગળની સ્લાઈડ્માં જુઓ, અન્ય તસવીરો...
અન્ય સમાચારો પણ છે...