દારૂના નશામાં પત્નીએ પતિને ઢોરમાર માર્યો, પતિના થાય આવા હાલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાણસી: પૈસા દેવાની મનાઇ કરવા પર એક મહિલાએ રસ્તા વચ્ચે પતિને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તેનું માથું પણ ફોડી નાખ્યું. પતિ ચુપચાપ માર ખાતો રહ્યો અને રસ્તા પર ઉભેલા લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા. મહિલાનો આરોપ છે કે તેનો પતિ કોઇ ગેર મહિલા પર પૈસા ખર્ચ કરે છે.
 
- ઘટના વારાણસીના સારનાથ ક્ષેત્રના આશાપુર સર્કલની છે. પીડિત મનોજ પ્રાઇવેટ સફાઇ કર્મચારી છે.
- માહિતી મળી રહી છે કે શુક્રવારના રોજ બંનેએ દારૂ પીધો. ત્યારબાદ પત્ની માલાએ પરિવાર ચલાવવા માટે તેની પાસે પૈસા માગ્યા તો મનોજે ના પાડી દીધી.
- તેના ત્રણ બાળકો છે અને તેથી ઘર ક્યાંથી ચાલશે. એવા માટે પત્ની પૈસા માગતી હતી.
- મહિલાનો આરોપ છે કે મનોજ પૈસા કોઇ ગેર મહિલા પર ખર્ચ કરી રહ્યો છે.
 
શું કહે છે સ્થાનીય લોકો
 
- સ્થાનીય નિવાસી રમેશે જણાવ્યું કે, મનોજનો સંબંધ બીજી કોઇ મહિલા સાથે છે. જ્યારે પત્ની માલાનો સંબંધ બીજા પુરુષ સાથે છે.
- સામાન્ય રીતે બંને પૈસાના વિવાદમાં લડતા જ રહે છે.
- સ્થાનીય નિવાસી અંકિતના જણાવ્યા અનુસાર મનોજ ખૂબ જ નશામાં હતો. તે ઉઠી પણ શકતો ન હતો.
- થોડા લોકો તેની મદદ કરવા માટે આગળ આવ્યા તો તેમને ગાળો દેવા લાગ્યો.
- સારનાથ એસઓ અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે, મારપીટનો કોઇ કેસ તેમના ધ્યાનમાં આવ્યો નથી. થોડા લોકોએ કહ્યું પારિવારિક વિવાદ હતો.
 
આગળ જુઓ સંબંધિત તસવીર...