• Gujarati News
  • The Murder Case Was Not Ready For Filing . So It Assumes Suicide Case Was Registered

વિધુર સસરા સાથે વિધવાના હતા સંબંધ, લગ્નની મંજૂર માગી તો પંચાયતે જીવતા સળગાવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા તેમના પ્રવચનમાં કહે છે કે 21મી સદી ભારતની છે અને તેઓ સતત ટેક્નોલોજીને પ્રમોટ કરતા રહે છે ત્યારે દેશમાં હજુ પણ ખાપ પંચાયત દ્વારા પાયાવિહોણા નિર્ણયો લેવામાં આવી રહયા છે. બિહારના સુપૌલ જિલ્લામાં એક પંચાયતના આદેશ પર એક 35 વર્ષની વિધવાને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. વિધવા પર આરોપ છે કે તે મહિલાના તેના વિધુર કાકા સસરા સાથે સંબંધો હતા અને તે બંને લગ્ન કરવા માગતા હતાં. આ વાતથી નારાજ પંચાયતે એક ઈકરારનામા પર તેન સહિ કરાવી લીધી અને ત્યારપછી ગામના 100થી વધારે લોકો સામે જીવતી સળગાવી દીધી. ઈકરારનામામાં એવું લખ્યું હતું કે મહિલા સાથે થયેલી ઘટનામાં ગામની કોઈ વ્યક્તિ જવાબદાર નથી.
શું છે ઘટના

ઘટના સુપૌલના પિપરા વિસ્તારના ગ્રામ લાલપુરમાં થઈ હતી. પીડિત મહિલાનું નામ અનીતા છે. વિધવા અનિતાના ત્રણ દિકરા છે. ગામની એક મહિલાએ જણાવ્યું છે કે, ગયા સપ્તાહમાં અનિતાની સાસુએ તેને તેના વિધુર કાકા સસરાધનશી શર્મા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી હતી. ધનશીની પત્નીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે. તેના પણ ત્રણ બાળકો છે. બંનેના પકડાઈ જવાથી પંચાયત બેસાડવામાં આવી હતી. બંને લગ્ન માટે રાજી હતા પરંતુ પંચાયતે તેની મંજૂરી આપી નહિ. બુધવારે ફરિ પંચાયત બેઠી અને તે મહિલાને જેવતી સળગાવી દેવામાં આવી હતી.
શું કહ્યું પોલીસે

સુપૌલના એસપી પંકડ રાજના જણાવ્યા પ્રમાણે તેમને ઘટનાની માહિતી નહતી. જ્યારે તે વિસ્તારના પોલીસ ચંદન કુમારના જણાવ્યા પ્રમાણે હત્યાનો કેસ દાખલ કરાવવા માટે કોઈ તૈયાર નથી. તેથી આ ઘટનાનો આત્મહત્યા તરીકે કેસ નોંધવામાં આવ્યો છે.