શા માટે મે મહિનામાં હુમલાઓ કરવાનું પસંદ કરે છે નક્સલવાદીઓ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુપ્તચર તંત્ર તથા નક્સલવાદીઓ કરે છે ખુલાસો
દેશભરના નક્સલીઓમાં ખુશીની લહેર

છત્તીસગઢના જંગલમાં નરસંહાર પછી દેશભરના નક્સલી સંગઠનોમાં ખુશીનો માહોલ છે. વિશેષ કરીને આંધ્રપ્રદેશ છત્તીસગઢ, ઓરિસ્સા તથા મહારાષ્ટ્રના ગાઢ જંગલ વિસ્તારોમાં ખુશીનો માહોલ છે. ગુપ્તતચર તંત્રના કહેવા પ્રમાણે, આ હત્યાકાંડને અંજામ આપવા માટે નક્સલવાદીઓએ દિવસો સુધી પ્લાનિંગ કર્યું હતું.

નક્સલવિરોધી એક અભિયાનમાં સામેલ એક અધિકારીના કહેવા પ્રમાણે, દેશભરના રેડ કોરિડોરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. શનિવારે હુમલાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ વચ્ચે સતત બેઠકો થઈ રહી છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ મહેન્દ્ર કર્મા પર હુમલો થયો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા. જોકે આ વખતે નક્સલવાદીઓ સફળ રહ્યા હતા.

સિઝન સાથે કેવી રીતે છે નક્સલ ઓપરેશન્સનો સીધો સંબંધ, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.