એસ-બેન્ડ ગોટાળો: બેન્ડના ઉપયોગ અંગે જાણો છો?

કેગના અંદાજ પ્રમાણે કરારના કારણે દેશને રૂ. બે લાખ કરોડના નુકશાનનો અંદાજ

divyabhaskar.com | Updated - Feb 09, 2011, 04:53 PM
which spectrum for what

earthstation_250ઈસરોની વેપારી પાંખ અંતરિક્ષ અને બેંગ્લોર સ્થિત દેવાસ મલ્ટીમીડિયા વચ્ચે એસ-બેન્ડ પર સ્પેક્ટ્રમ માટે કરાર થયા હતા. જોકે, કેગના અંદાજ પ્રમાણે આ કરારના કારણે દેશને રૂ. બે લાખ કરોડનું નુકશાન થવાનો અંદાજ છે. આ પહેલા દેશભરમાં 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ ગાજ્યું હતું. ત્યારે તમે જાણો છોકે, કઈ ફ્રિકવન્સીનો ઉપયોગ ક્યાં થાય છે?

-540 કિલોહર્ટ્ઝ, એએમ રેડિયો માટે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ઉપયોગ

-145-860 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કેબલ ઓપરેટરો દ્વારા

-2300 મેગાહર્ટ્ઝનો ઉપયોગ વાયરલેસ બ્રોડબેન્ડ માટે540 કિલોહર્ટ્ઝ

એએમ રેડિયો – ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા સમગ્ર દેશમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

145-860 મેગાહર્ટ્ઝ

કેબલ ટીવી- ગ્રાહકના ઘર સુધી સિગ્નલ પહોંચાડવા માટે કેબલ ઓપરેટર દ્વારા આ ફ્રિક્વન્સીનો ઉપયોગ કરવામાં આવે છે.

2300 મેગાહર્ટ્ઝ

વાયરલેસ બ્રોડબેન્ડ - હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે ઉપયોગમાં આવતી એલટીઈ અને વાઈમૈક્સ પ્રૌદ્યોગિકીમાં ઉપયોગ

(40 મેગાહર્ટ્ઝની હરાજીથી રૂ. 38,300 કરોડ મળ્યાં)

2,100 મેગાહર્ટ્ઝ

3જી મોબાઈલ ફોન – ઝડપથી સેવા અને ડેટા ટ્રાન્સફર માટે આ બેન્ડનો ઉપયોગ થાય છે.

(15 મેગાહર્ટ્ઝની હરાજીથી રૂ. 67,718 કરોડની આવક થઈ હતી. )

2500 મેગાહર્ટ્ઝ

એસ બેન્ડ – સેટેલાઈટ સર્વિસ માટે તેનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ સ્પેસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. મોબાઈલ બ્રોડબેન્ડ માટે પણ તેનો ઉપયોગ થાય છે.

(રૂ. 12,847 કરોડમાં બીએસએનએલને 20 મેગાહર્ટ્ઝ આપવામાં આવ્યા હતા.)

800-1200 મેગાહર્ટ્ઝ

2જી મોબાઈલ ફોન – જીએસએમ અને સીડીએમએ ઓપરેટર સેલ્યુલર સેવા માટે તેનો ઉપયોગ કરે છે. (પ્રતિ સ્લોટ રૂ. 1,650 કરોડની કિંમત રાખવામાં આવી છે. જોકે, બુધવારે ટ્રાઈએ તેને વધારીને રૂપિયા

(10,997 કરોડ કરવા માટે ભલામણ કરી છે.)

54-88 મેગાહર્ટ્ઝ

ટેરેસ્ટરિયલ ટીવી- આ બેન્ડનો પ્રયોગ દુરદર્શન દ્વારા કરવામાં આવે છે. 2 થી છ ચેનલનું પ્રસારણ આ બેન્ડ પર કરવામાં આવે છે.

88-108 મેગાહર્ટ્ઝ

એફએમ રેડિયો- ઓલ ઈન્ડિયા રેડિયો અને બીજી ખાનગી રેડિયો ચેનલ દેશભરમાં પ્રસારણ માટે આ બેન્ડનો ઉપયોગ કરે છે. (વર્ષ 2006માં 64 સ્લોટ વેંચવાથી સરકારને રૂ. 450 કરોડ મળ્યા હતા.)

5.95-26.1 મેગાહર્ટ્ઝ શોર્ટવેવ રેડિયો – દુનિયા ભરના રેડિયો સ્ટેશન આ બેન્ડનો ઉપયોગ કરે છે. ખાસ કરીને દુરના પ્રસારણ માટે આ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.Read More

X
which spectrum for what
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App