તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્યાસી બન્યા ત્યારે આવો હતો યોગીનો લુક, 22 વર્ષની ઉંમરે છોડ્યું હતું ઘર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરખપુરઃ કેન્દ્રની રાજનીતિ યુપીથી થઇને જાય છે. યોગી આદિત્યનાથ યુપીના 31માં સીએમ તરીકે પસંદગી પામ્યા છે. તેઓએ 22 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. divyabhaskar.com રીડર્સ માટે લઇને આવ્યું છે યુપીના નવા સીએમના જીવન સાથે જોડાયેલી અમુક તસવીરી ઝલક... 
 
યોગીએ 22 વર્ષી ઉંમરે જ ઘર છોડી દીધું હતું 
- આદિત્યનાથે 22 વર્ષની ઉંમરે જ પરિવાર છોડી દીધો હતો અને ગોરખપુર આવી ગયા હતા. 
- તેઓએ સાંસારિક જીવન ત્યાગીને સન્યાસ ગ્રહણ કરી લીધો હતો. 
- 1994 ફેબ્રુઆરીમાં નાથપંથના વિશ્વ પ્રસિદ્ધમઠ ગોરક્ષનાથ મંદિર ગોરખપુરમાં મહંત અવૈધનાથે પોતાના ઉત્તરાધિકારી યોગી આદિત્યનાથનો દીક્ષાભિષેક કર્યો.

અજયસિંહથી યોગી આદિત્યનાથ સુધીની સફર 
- 5 જૂન, 1972ના રોજ ઉત્તરાખંડના ગઢવાલમાં રાજપુત બિષ્ટ પરિવારમાં જન્મેલા યોગી આદિત્ય નાથનું પહેલું નામ અજયસિંહ બિષ્ટ હતું. 
- પરંતુ નાથ સંપ્રદાયમાં દીક્ષિત થયા અને સન્યાસ લીધા બાદ તેઓનું નામ યોગી આદિત્યનાથ થઇ ગયું.
 
ગોરખનાથ મંદિરથી યોગીને અપાવી મોટી ઓળખ 
- ગોરખનાથ મંદિરમાં લોકોની ઘણી આસ્થા છે. મકર સંક્રાતિ પર ધર્મ અને વર્ગના લોકો બાબા ગોરખનાથને ખિચડી ચઢાવા આવે છે. 
- મહંત દિગ્વિજયનાથે આ મંદિરને 52 એકરમાં ફેલાવ્યું હતું. તેઓના સમયે ગોરખનાથ મંદિર હિંદુ રાજનીતિના મહત્વપૂર્ણ કેન્દ્રમાં બદલ્યું, ત્યારબાદ મહંત અવૈધનાથે તેને વધુ આગળ વધાર્યુ. 
- તેઓના નિધન બાદ મહંત યોગી આદિત્યનાથા આ વારસાને આગળ વધારી રહ્યા છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો