તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંક્ચર બનાવનારની પુત્રી આજે છે કરોડપતિ, રાખે છે રિવોલ્વર-રાઈફલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલાહાબાદઃ પૂર્વ એમલએ રાજૂ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદ પર મુખ્ય સાક્ષી ઉમેશ પાલને ધમકાવવા અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. 2005માં લગ્નના 9 દિવસ બાદ રાજૂ પાલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેમની પત્ની પૂજાને માયાવતીએ રાજકીય મેદાનમાં ઉતારી હતી. પૂજા પાલે પોતાના લગ્ન અને જીવન સંબંધિત માહિતી ભાસ્કર સાથે શેર કરી હતી.
 
રાજૂ પાલ નહોતા લાવ્યા જાન, મંદિરમાં કર્યા હતા લગ્ન....

- પૂજા પાલે જણાવ્યું કે, તેમના લગ્ન 100 ટકા અરેજન્ડ મેરેજ હતા. જોકે લોકોને તે લવ મેરેજ લાગતા હતા.
- પૂજાએ આ અંગે જણાવ્યું કે, પિતા પાસે જાનૈયાઓના સ્વાગત માટે પૈસા નહોતા, બીજી તરફ રાજૂ પાલની સ્થાનિક નેતા સાથેની દુશ્મની હોવાને કારણે તેઓ જાન લઈ નહોતા આવ્યા. જાન લઈને આવવામાં જોખમ હોવાથી મંદિરમાં લગ્ન કર્યા હતા.
- પૂજાએ જણાવ્યું કે, પતિના મર્ડર બાદથી આર્થિક તંગી અને અતિક તરફથી મળતી ધમકીઓનો એકસાથે સામનો કરવો પડ્યો હતો.
- પૂજા અનુસાર, સાસુ સાથેના સારા સંબંધો ન હોવાની વાત ઘણી જુની છે, તેમના પુત્રની આર્થિક સ્થિતિ ઘણી સારી હોવાને કારણે તેઓ મોટા ઘરમાં તેમના લગ્ન કરવા માગતા હતા. પતિની હત્યા બાદ ધારાસભ્ય બન્યાના 2 વર્ષ બાદ તેમના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યું હતું.
 
પિતા બનાવતા પંકચર, હવે પુત્રી છે કરોડપતિ....

- પૂજા પાલના પિતા પંક્ચર બનાવવાનું કામ કરતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાછતાં પુત્રીના લગ્ન રાજૂ પાલ સાથે કર્યા હતા. ધારાસભ્ય સાથેના પુત્રીના લગ્નએ તેમનું જીવન બદલી નાંખ્યું.
- વર્તમાન સમયમાં પૂજા પાલ કરોડપતિ નેતાઓમાં સામેલ છે. 2017ની ચૂંટણીમાં પૂજાએ પોતાના નામે 1 કરોડ 85 લાખની સંપત્તિ દર્શાવી હતી. 
- હાલમાં પૂજા પાલ પાસે 18 લાખની ફોર્ચ્યુનર અને 5 લાખની બોલેરો છે. આ ઉપરાંત તે પોતાની સુરક્ષા માટે એક રિવોલ્વર, એક રાઈફલ અને એક દુનાલી રાખે છે, જેમની કિંમત 1.4 લાખ રૂપિયા છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...................................)