ગુજરાત રાયોટ્સનો 'ચહેરો' અન્સારી આજે શું કરે છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'રાજધાની એક્સપ્રેસ'નાં વિવાદનાં કારણે ફરી ચર્ચામાં છે ગુજરાતનો ઉદ્યમી

ઇન્ટરનેટ ઉપર ગુજરાત રાયટ-૨૦૦૨ ટાઇપ કરીને સર્ચ કરો તો જે પહેલી તસવીર ઊભરે છે એ છે કુતુબુદ્દીન અન્સારીની. તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'રાજધાની એક્સપ્રેસ'માં તેની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાં કારણે અન્સારીએ ફિલ્મ નિર્માતાઓને નોટિસ ફટકારી છે.

જે ત્રાસદીનું પ્રતિબિંબ હતો તે આજે પરિશ્રમથી બદલેલા ભાગ્યનું પ્રતિક છે. ફોટોગ્રાફરની એક ક્લીકથી ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયેલો કુતુબુદ્દીન અન્સારી હવે તેના એ જ ચહેરાથી દૂર ભાગે છે. સાથે તે દૂર ભાગે છે. પરિવાર સાથે અન્સારીનું સાથે તેનું જીવન સુખેથી વીતે છે, કારણ કે દસ વર્ષ પહેલાનો ‘કટર માસ્ટર’ હવે ખુદ શર્ટ સીવવાની ફેકટરી ધરાવે છે.

અન્સારી કહે છે કે, તેની આ પ્રગતિ કોઈ સરકારી મદદને આભારી નથી. હિન્દુ-મુસ્લિમ મિત્રો અને તેનું પોતાનું સાહસ તેને પ્રગતિના પંથે દોરી ગયું છે. ગુજરાત વિષે વાત કરતા તેની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત રેલાઈ આવે છે. તે કહે છે કે પશ્ચિમ બંગાળ સરકારે તેના માટે લાલજાજમ બિછાવી હતી, પરંતુ તે કર્મભૂમી ગુજરાતને ભૂલી શક્યો નહીં અને ત્યાંથી પરત આવી ગયો હતો. અહિંયા આવી થોડા પૈસાની વ્યવસ્થા કરી અને મકાનના ઉપરના માળે જ કારખાનું શરૂ કરી દીધું.

આજે ફેકટરીમાં કારીગરો રાખી શર્ટ બનાવતી કંપનીઓનું જોબવર્ક કરી સારું એવું કમાવી લે છે. ૨૦૦૨માં અંસારી ગુજરાતના વરવા સમયનું પ્રતિબિંબ હતો. આજે એ ખમીરવંતા ગુજરાતીઓનું પ્રતિક છે.