તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશ્ચિમ બંગાળે એક્ઝામમાં વહેંચ્યો ખોટો નકશો, PoKને PAKમાં બતાવ્યું: BJP

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલકાતા: બીજેપીએ પશ્ચિમ બંગાળમાં થયેલી માધ્યમિક ટેસ્ટમાં ભારતનો ખોટો નકશો આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ નકશામાં પીઓકેને પાકિસ્તાનમાં અને અરુણાચલ પ્રદેશને ચીનમા બતાવવામાં આવ્યું છે. બીજેપી સ્ટેટ જનરલ સેક્રેટરી રાજૂ બેનર્જીએ જણાવ્યું છે કે, તમે સ્ટૂડન્ટ્સને આપેલા મેપ જોઈ શકો છે. તેમાં પીઓકે, અક્સાઈ ચીન, અરુણાચલ પ્રદેશને ભારતીય સીમા બહાર બતાવવામાં આવ્યા છે. આ બધુ ટીએમસીના આગેવાનીવાળા શિક્ષક ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. 

 

- ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે રાજુ બેનર્જીએ જણાવ્યું છે કે, આ ખોટા મેપ જિયોગ્રાફીની એક્ઝામ દરમિયાન વહેંચવામાં આવ્યા છે.
- મેપના વોટરમાર્કમાં WBBSC લખ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તે બેસ્ટ બંગાળ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનના છે.
- રાજૂએ કહ્યું છે કે,  હાલની સરકારને અમારો સવાલ છે કે, શું તેઓ ભારતીય જમીન પર પાકિસ્તાન અને ચીનના દાવા સાથે સહેમત છો?
- તેમણે ટીએમસીની નિંદા કરતા કહ્યું છે કે, બંગાળમાં ડેમોક્રેસી નામની વસ્તુ જ નથી. રાજ્યમાં માત્ર તૃણમુલની સિસ્ટમ ચાલી રહી છે. 

 

અમે આ મુદ્દાને નહીં છોડીએ: BJP


- રાજૂએ કહ્યું કે, એવુ લાગે છે કે, અહીં આવનાર આતંકીઓને ટીએમસી સપોર્ટ કરે છે. અમે આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.
- તેમણે કહ્યું કે, આ મુદ્દે કાર્યવાહી માટે એચઆરડી મિનિસ્ટરને લેટર પણ લખવામાં આવ્યો છે. 
- વધુમાં તેમણે જણાવ્યું કે, જે થઈ રહ્યું છે તે, રાજ્યના હિતમાં નથી. અમે આ વિશે કાયદાકીય પગલાં લઈશું અને વિરોધ પ્રદર્શન પણ કરીશું. બીજેપી આ મુદ્દાને નહીં છોડે.

 

ટીએમસી દેશના ભાગલા પાડવા માગે છે


- બીજેપીના નેશનલ સેક્રેટરી રાહુલ સિન્હાએ પણ ટીએમસીની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ટીએમસી દેશના ભાગલા કરવા માગે છે.
- તેમણે આ મુદ્દે રાજ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી પણ જવાબ માગ્યો છે.
- સિન્હાએ જણાવ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આની પાછળ કોઈ કાવતરુ છે. આની તપાસ થવી જોઈએ.

 

ચીન સાથે શું છે સીમા વિવાદ
- ભારત-ચીન 20 વર્ષથી સીમા વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 19 રાઉન્ડની વાતચીત થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોઈ ઉપાય નથી મળ્યો.
- બંને દેશોમાં 3488 કિમી લાંબી એલએસીને લઈને વિવાદ છે. જોકે ચીન અરુણાચલ પ્રદેશવાળા હિસ્સાને પણ વિવાદિત માને છે.
- અરુણાચલ પ્રદેશની 1126 કિમી લાંબી સીમા ચીન સાથે અન્ય 520 કિમી લાંબી સીમા સાથે મળે છે.
- ચીનનું માનવું છે કે, અરુણાચલ પારંપારિક રીતે દક્ષિણી તિબેટનો ભાગ છે, જ્યારે ભારત અક્સાઈ ચીન વિસ્તારને તેમનો ગણાવે છે. 
- 1962ના યુદ્ધમાં ચીને અક્સાઈ ચીન વાળા હિસ્સા પર કબજો કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...