તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 લગ્ન કરી ચૂકેલી આ હસીનાની છે અજબ કહાની, જીજાને દઇ બેઠી’તી દિલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇંદોર: જીજા સહિત ત્રણ લોકો સાથે લગ્ન કરનારી લેડી ડોને બબાલ ઊભી કરી દીધી છે. શુક્રવારે રાતે લેડી ડોન સપના સાહૂ અચાનક ગાંધી પ્રતિમા પર પહોંચી અને પોતાની જાતને સળગાવવાનું નાટક કરવા લાગી. પોલીસ અધિકારીઓએ તેને સમજાવીને મહિલા પીસીઆર સાથે પોલીસસ્ટેશને મોકલી તો તેણે ત્યાં પણ જોરદાર હોબાળો મચાવ્યો.
 
કઇ વાત પર અડી ગઇ હતી સપના
 
- ડીઆઇજી ઑફિસની સામે શુક્રવારે રાતે એક મહિલાએ જબરો હોબાળો મચાવ્યો. ગાંધી પ્રતિમાની સામે પોતાની જાતને સળગાવવાનું નાટક કરવા લાગી.
- ત્યાં તહેનાત પોલીસકર્મચારીની સૂચના પર તત્કાળ તુકોગંજ સીએસપી પ્રભા ચૌહાણ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી.
- મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેની પહેલી પત્ની અને સંબંધીઓ સાથે મળીને તેને સતત હેરાન કરી રહ્યો છે, એટલે તે જીવવા નથી માંગતી.
- આ વાતે સીએસપી તેને સમજાવવા લાગી ત્યાં જ કોઇએ જણાવ્યું કે આ મહિલા એરોડ્રમ પોલીસસ્ટેશન વિસ્તારની કુખ્યાત લેડી ડોન સપના સાહૂ છે.
- તેના પર બે સરકારી અધિકારીઓને બંધક બનાવીને તેમની હત્યા કરવાનું કાવતરું રચવાનો કેસ ચાલી રહ્યો છે. આ જાણ્યા પછી સીએસપીએ પીસીઆર વાન બોલાવીને તેને જૂના ઇંદોર પોલીસસ્ટેશને મોકલી દીધી.
 
પતિ વિરુદ્ધ રેપનો રિપોર્ટ લખાવવા પર અડી ગઇ
 
- જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી જૂના ઇંદોર પોલીસસ્ટેશન પર સપના, પતિ વિનોદ સાહૂ, લોહા મંડી નિવાસીની ફરિયાદ પર ત્રણ લોકો વિરુદ્ધ મારપીટ અને ધમકાવવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો.
- રિપોર્ટ લખાવ્યા પછી સપના કથિત પતિ વિરુદ્ધ બળાત્કારનો રિપોર્ટ નોંધવાની માંગ કરવા લાગી.
- પોલીસે જ્યારે તેમ કરવાની ના પાડી તો તે પોલીસસ્ટેશનમાં જ ધરણા પર બેસી ગઇ. લગભગ અડધા કલાક સુધી તેણે પોલીસસ્ટેશને જોરદાર હોબાળો મચાવ્યો.
- ત્યારબાદ ટોચના અધિકારીઓએ તેને માંડ-માંડ જેમ-તેમ સમજાવીને રવાના કરી.
 
બે સરકારી અધિકારીઓને બનાવ્યા હતા બંધક, કપડા ઉતારીને કરતી હતી મારપીટ
 
- સપનાએ માર્ચમાં એરપોર્ટ રોડ પર આવેલા બિગ બોસ રિસોર્ટમાં છત્તીસગઢના જે. શ્રીનિવાસના પિતા નરસિમ્હા રાવ અને મુકેશ પિતા આદિત્યને બંધક બનાવીને રાખ્યા હતા.
- શ્રીનિવાસ કલેક્ટર ઑફિસ ગોડામાં નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરમાં જિલ્લા સૂચના અધિકારી હતા. સપના તેના મિત્રો નરેન્દ્ર યાદવ અને મનોજની સાથે તેમનું અપહરણ કરીને ઇંદોર લઇને આવી હતી.
- તેણે ત્રણ દિવસ સુધી આ બંનેને અર્ધનગ્ન કરીને રાખ્યા અને તેમની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી અને તેમને જીવતા દાટી દેવાની તૈયારી કરી લીધી હતી. આ મામલે પોલીસ સપનાની શોધ કરી રહી હતી.
 
આઠ વર્ષથી કરી રહી છે બ્લેકમેલિંગ, જીજા સાથે કર્યા હતા લગ્ન
 
- સપના સાહૂ છેલ્લા 8 વર્ષથી ઠગાઇ અને બ્લેકમેલિંગના ધંધા સાથે જોડાયેલી છે. તેણે ત્રણ લગ્ન કર્યા છે.
- સપનાએ પોતાની જ બહેનના પતિને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય તેણે બીજાં બે લગ્ન કર્યા.
- એક પતિ પર તેણે એક વર્ષ પહેલા રેપનો આરોપ લગાવીને તુકોગંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
- સપના 13 ઓગસ્ટ, 2014ના રોજ ગોડાઉન ખાલી કરાવવા માટે ટ્રાન્સપોર્ટર મથુરાદાસ ઠક્કરના ઘકે ફાયરિંગ પણ કરાવી ચૂકી છે.
- સપના વિવાદિત સાધ્વી રાધે માની ભક્ત હતી અને તેમની લાઇફસ્ટાઇલને અનુસરતી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો