• Gujarati News
  • Wedding Of HDFC Bank Chairman Deepak Parekh Son Celebrity Guest

જોધપુરનું ઉમેદભવન લગ્ન પ્રસંગે સેલિબ્રિટીઓથી શોભી ઊઠ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: અંબાણી દંપતિ, અનિલ અગ્રવાલ, વેદાન્તા ગ્રૂપ)
- એચડીએફસીના ચેરમેન દીપક પારેખના પુત્ર સિદ્ધાર્થના તેમની વાગદત્તા ક્લેરી સાથે લગ્ન યોજાયા

જોધપુરનું ઐતિહાસિક ઉમેદભવન શનિવારે સાંજે વધુ એક હાઈ પ્રોફાઈલનું સાક્ષી બન્યું હતું. એચડીએફસીના ચેરમેન દીપક પારેખના પુત્ર સિદ્ધાર્થ અને તેમની વાગદત્તા ક્લેરી ઓ નીલ ‘સિડ’ના હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન યોજાયા હતા. લગ્નમાં રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અને તાતા સમૂહના ચેરમેન સાયરસ મિસ્રી તેમજ વેદાન્તાના અનિલ અગ્રવાલ જોધપુર પહોંચ્યા હતા. અન્ય મહેમાનોમાં મહિન્દ્રા ગ્રૂપના આનંદ મહિન્દ્રા, શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી અને પુત્ર આદિત્ય વિગેરેએ હાજરી આપી હતી.
વધુ તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો....