• Gujarati News
  • Lu Vulnerable Due To Heat And The Death Toll Across The Country In 1826 Has Been

ક્લાઈમેટ ચેન્જના કારણે વધી ગરમી, પારો જઈ શકે છે 50 ડિગ્રી સુધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: આંધ્રપ્રદેશ-તંલગાણા સહિત આગામી થોડા દિવસો સુધી સમગ્ર દેશમાં ગરમીનો કહેર ચાલુ રહે તેવી શક્યતા છે. સતત વધતી જતી ગરમીના કારણે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા આંધ્રપ્રદેશ અને દેશના દક્ષિણી રાજ્યોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જઈ શકે છે. તાપમાન વધવાનું મુખ્ય કારણ ક્લાઈમેટ ચેન્જ ગણાવવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્લોબલ એવરેદ 0.85ની સરખામણીએ દેશના ભાગમાં 1.5થી 2 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થાય છે.
ગર્મી-લૂના કારણે દેશમાં 1800થી વધારે મોત

ગર્મી અને લૂની ઝપટમાં આવવાના કારણે સમગ્ર દેશમાં મૃત્યુઆંક 1800થી ઉપર પહોચ્યો છે. સૌથી વધારે તકલીફ આંધ્રપ્રદેશ અને તેંલગાણામાં થઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં થઈને સરેરાશ 1,000 લોકોના મૃત્યુ થયા છે.
બંગાળની ખાડી તરફથી આવતી હવાની દિશા બદલાઈ

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જીવલેણ ગરમી અને વધી રહેલા તાપમાન વિશે હવામાનના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે પાણીનું સ્તર ઝડપથી નીચુ જઈ રહ્યું છે. બીજી બાજુ બંગાળની ખાડી તરફથી આવતી નરમ હવા પાછલા વર્ષછી બિહાર અને બંગાશ હાજુ જઈ રહી છે જ્યારે પહેલા તેનું ડાયરેક્શન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત તરફ રહેતુ હતું. પરંતુ ગરમ સમુદ્રીય તટની હાલતના કારણે આ અંતર ઊભુ થયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બંગાળની ખાડી તરફતી આવતી ઠંડી હવા દક્ષિણ અને મધ્ય ભારત તરફથી નથી આવી શકતી. જો આ સ્થિતિ જ ચાલુ રહેશે તો આગામી સમયમાં આ વિસ્તારમાં વરસાદ પણ ઓછો થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીના ક્લાઈમેટ ચેન્જ પેનલના પ્રમુખ નીતિન દેસાઈએ જણાવ્યું છે કે, એ વાતના ઘણાં પુરાવા મળ્યા છે કે, દેશના દક્ષિણ વિસ્તારના તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે તેની પાછળ ક્લાઈમેટ ચેન્જનું કારણ છે. ભવિષ્યમાં પણ દેશમાં ક્લાઈમેટ ચેન્જના કારણે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
દિલ્હીમાં પણ રહેશે ગરમી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ ગરમીનો કહેર ચાલુ રહેશે. શુક્રવારે આકાશ સાફ દેખાશે. હરિયાણા અને પંજાબના ઘણાં વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે અને બંને રાજ્યોમાં ગરમ હવાનો પ્રકોપ ચાલુ રહેશે. દિલ્હીમાં ગુરુવારે મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી રહ્યું હતું. હરિયાણાના હિસારમાં સૌથી વધારે તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના પણ ઘમાં વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈલાહાબાદમાં સૌથી વધારે ગરમી 45.8 ડિગ્રી નોંધવામાં આવી છે.