તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૈન્યમાં શસ્ત્રોની અછત? પર્રિકરે કહ્યું- 2 વર્ષમાં થયા 1.33 લાખ કરોડનાં કરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી ભારતીય સૈન્યનું આધુનિકરણ કરવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ તાજેતરની માહિતી અનુસાર, સૈન્યમાં એસોલ્ટ રાઇફલ, બુલેટ પ્રૂફ જેકેટ અને રાતમાં માર કરનારા હોવિટ્ઝર્સ, મિસાઇલ અને હેલિકોપ્ટરની અછત છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, શસ્ત્રો માટે 162 કરાર કર્યા...
- સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર શુક્રવારે લોકસભામાં જણાવ્યું કે, 2013-15 દરમિયાન સરકારે 1.33 લાખ કરોડનાં 162 શસ્ત્ર કરાર પર સહી કરી છે. જ્યારે 2015-16(ચાલુ નાણાકીય વર્ષ)માં 39 હજાર 955 કરોડનાં 44 કરાર પર સહી કરી છે.
- સૂત્રો પ્રમાણે, સૈન્યનાં આધુનિકરણ માટે 2.3 લાખ કરોડનાં 140થી વધારે પ્રોજેક્ટ મંત્રાલયમાં અટવાયેલ છે. સૈન્યએ માત્ર 5 હજાર 800 કરોડનાં કરાર પર સહી કરી છે.
હાલ કેવી છે પરિસ્થિતિ?

- 140 પ્રોજેક્ટમાં અમુક એકદમ નવા છે જ્યારે અમુક એક વર્ષ જુના છે. ત્રીજી પેઢીની ગણવામાં આવતી એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલ્સ(ATGM) એક દાયકા કરતા વધારે સમયથી અટવાયેલા છે.
- સૂત્રો પ્રમાણે, ભારતે ઈઝરાયરલથી ATGM સહિત 22 પ્રોજેક્ટ પર સહી કરી છે. જેની કિંમત 22 હજાર કરોડ છે. જ્યારે 24 કરોડનાં 10 કરાર પર હજુ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
- આ કરારમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ, બે પિનાકા રોકેટ અને જમીનથી આકાશમાં હુમલો કરનારી મીડિયમ રેન્જની મિસાઈલ સિસ્ટમ સામેલ છે.
અટવાયેલા પ્રોજેક્ટ્સ પર શું કહ્યું પર્રિકરે?

ગત મંગળવારે થયેલી સંરક્ષણ સંપાદન કાઉન્સિલની બેઠકમાં પર્રિકરે 86 આધુનિકરણ યોજના વહેલામાં વહેલી તકે ફાઈનલ કરવા માટે કહ્યું. જેની કિંમત 1.5 લાખ કરોડ રૂપિયા છે. જો બધુ બરાબર રહ્યું તો તેને 4-5 મહિનામાં થઈ જવું જોઈએ.
શા માટે થઈ રહ્યો છે વિલંબ?

- સૂત્રો પ્રમાણે વિલંબનું કારણ સૈન્યનો બિનવાસ્તવવાદી અભિગમ છે. સાથે જ, ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારના કૌભાંડો પણ તેનું કારણ છે.
- આ બધા કારણોનાં કારણે ટેન્ડર્સ કે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પર ચર્ચા નથી થઈ રહી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીર...
અન્ય સમાચારો પણ છે...