તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાદલની બસો જપ્ત કરીને યુવાનોને આપીશું: કેજરીવાલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાઘાપુરાના: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે બાદલની બસોને જપ્ત કરીને યુવાનોને આપી દઇશું. તે બસોને ચલાવજો, જેનાથી રોજગાર મળશે. અમારી સરકાર 25 હજાર યુવાનોને રોજગાર આપશે. તેમણે કહ્યું હતું કે,‘બાદલ પરિવાર અને પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહે પોતાના લાભ માટે પંજાબને લૂંટી લીધું છે. બાળકો તેમને માફ નહીં કરે.
અકાલી દલ અને કોંગ્રેેસે પંજાબના લોકોને શું આપ્યું છે બાદલ અને અમરિંદરે ખેડૂતોની જમીન પર કબ્જો કર્યો છે. જેનાથી 15 વર્ષોથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હું તેમને છોડીશ નહીં. હું પંજાબમાં જ તંબૂ નાખીને રહીશ અને બાદલને જેલમાં મોકલીને જ અહીંથી જઇશ. રાજ્યના પ્રધાન તોતા સિંહ, સિકંદર સિંહ મલૂકા અને બિક્રમ સિંહ મજીઠિયાને જેલમાં બંધ કરીને તેમની સંપત્તિની હરાજી કરીશું અને તેનાથી સ્કૂલ, કોલેજો, હોસ્પિટલ, રોડ બનાવીશું.
ખેડૂતોને 12 કલાક મફત વીજળી: આપ

અરવિંદ કેજરીવાલે મોગા માં ખેડૂતો માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેમાં ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપવાનું વચન આપવામાં આવ્યુ છે. પાક બગડે તો ખેડૂતોને 20 હજાર રૂપિયા પ્રતિ એકરના દરે વળતર આપવાની વાત કહેવાઇ છે. કોઇ ખેડૂતના ઘરે જપ્તી નહી થાય. સાથે જ તેમનું ઋણ માફ કરવામાં આવશે. 2018 સુધી તમામ ખેડૂતોનું ઋણ મુક્ત કરી દેવામાં આવશે. સતલજ-યમુના લિન્ક માટે લેવાયેલી ખેડૂતોની જમીન પાછી સોંપી દેવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો