હંમેશા યાદ રહેશે કલામના સાદગીવાળા હેરકટ: હબીબ અહેમદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: હંમેશા હસતા ચહેરા પર લાંબા સફેદ ઘટાદાર વાળ...ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની હેરસ્ટાઈલ એકદમ જુદી જ હતી અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નહતો આવતો. તેના નિધનથી હબીબ અહમદ અને તેમના દિકરા અમજદ હબીબને ખૂબ દુખ થયું હતું. હબીબ અહેમદ અંદાજે છેલ્લા 10 વર્ષથી તેમના હેર કટ કરતા હતા. પંડિત નહેરુ સહિત ઘણી અગ્રણી હસ્તીઓનું હેર કટિંગ તેઓ કરી ચુક્યા છે. હબીબના મત પ્રમાણે કલામ બધા જ નેતાઓ કરતા પણ ખૂબ અલગ જ પ્રકૃતિ ધરાવતા હતાં.
હબીબના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ કલામના વાળ કાપતી વખતે તેમની સાથે વાત કરતા હતા ત્યારે એમને લાગતુ હતુ કે જાણે તેઓ ઘરની કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય. હબીબે કહ્યું કે મે એક વખત ડો. કલામને પુછ્યુ હતું કે સર તમે લગ્ન કેમ નથી કર્યા? ત્યારે ડૉ. કલામે કહ્યું હતુ કે મે મિસાઈલ સાથે તો લગ્ન કરી લીધા છે. ત્યાર પછી હબીબે એવુ પણ પુછ્યુ હતું કે સર તમે સાંજનો સમય કેવી રીતે પસાર કરો છો. ત્યારે પણ કલામે હસતા જવાબ આપ્યો હતો કે, સાંજની નમાઝ પઢ્યા પછી દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળાનું પસંદ કરું છે. મહત્વની વાત એ છે ડૉ. કલામ જ હંમેશા તેમની પાસે વાળ કપાવવા આવતા હતા. તે ઘણી વખત લોઘી હોટલ વાળ કપાવવા આવતા હતા તો ઘણી વખત સાઉથ એક્સની દુકાન પર આવતા હતાં.
હબીબ અહેમદના દિકરા અમજદ હબીબનું કહેવું છે કે, ડૉ. કલામ ક્યારેય સિક્યોરિટી સાથે નહતા આવતા. એક વાર બહુ આગ્રહ કર્યો ત્યારે તેઓ તેમની હેર સ્ટાઈલ બદલાવવા માટે તૈયાર થયા હતા. તેમણે હેર સ્ટાઈલ બદલાવી પણ હતી પરંતુ બે દિવસ પછી આવીને તેમણે પાછી તેમની જુની હેર સ્ટાઈલ કરાવી દીધી હતી. હબીબના જણાવ્યા પ્રમાણે તેમની હેરસ્ટાઈલ તેમની સાધારણ જીવનશૈલી અને જીવન દર્શન પર આદારિત છે. હબીબ પરિવારે ડૉ. કલામ સાથેની વાતોને ભેગી કરીને રાખી છે. તે ઉપરાંત તેમના પરિવારના એક દિકરાનુ નામ ડો. કલામના કહેવાથી અઝાન રાખવામાં આવ્યું છે.