સુપ્રીમ ન તો મારી માલિક છે, ન હાઈકોર્ટ તેની નોકર : જજ કર્નન, વોરંટ બજાવવા નિર્દેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી/ કોલકાતા: સુપ્રીમકોર્ટે શુક્રવારે અદાલતના તિરસ્કારના કેસમાં કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ સી.એમ. કર્નન સામે જામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યુ છે. કોઇ વર્તમાન હાઈકોર્ટ જજ સામેલ ધરપકડ વોરન્ટ જારી થવાનો આ પહેલો મામલો છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે ન તો સુપ્રીમકોર્ટ મારી માલિક છે અને ન હાઈકોર્ટ તેની નોકર છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતા હેઠળની 7 જજની બંધારણીય બેન્ચે પ.બંગાળના ડીજીપીને વોરન્ટ બજાવવા કહ્યું છે કે જસ્ટિસ કર્નનને 31 માર્ચ સવાર 10.30 વાગે સુપ્રીમકોર્ટમાં હાજર કરવાના રહેશે.  કોર્ટ તિરસ્કાર કેસમાં પક્ષ રજૂ કરવા સાથે 10 હજારનો બોન્ડ ભરીને જામીન લઇ શકે છે. કર્નને વોરન્ટને ગેરબંધારણીય, દલિત વિરોધી પગલું ગણાવ્યું છે.

જામીનપાત્ર વોરન્ટ સિવાય કોઇ રસ્તો નહોતો : CJI
એટર્ની જનરલ મુકુલ રોહતગીએ બંધારણીય બેન્ચને કહ્યું કે બે વાર નોટિસ મોકલ્યા બાદ પણ જસ્ટિસ કર્નન હાજર થયા નથી. જામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કરીને તેમને આવવાની ફરજ પાડી શકાય છે. તેમણે ચીફ જસ્ટિસને બે પત્ર લખીને નોટિસને ખોટી ગણાવી છે. મદ્રાસ હાઈકોર્ટના જજ સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા. જસ્ટિસ કર્નને પોતાની સામે મદ્રાસ હાઇકોર્ટમાં કેસ દાખલ કરનાર એક વકીલ સામે પણ આદેશ આપ્યો છે. રોહતગીએ દાવો કર્યો છે કે કોલકાતા હાઈકોર્ટના એક વકીલની ફરિયાદ પર જસ્ટિસ કર્નને ઘરથી જ 10 પાનાનો આદેશ જારી કર્યો હતો. જાણવા મળ્યું છે કે અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ કાલિખો પુલની સ્યુસાઇડ નોટ અંગેની  ફરિયાદ પર આદેશ જારી થયો છે.

તે બાદ જસ્ટિસ ખેહરે આદેશ લખાવતા કહ્યું હતું કે જસ્ટિસ કર્નનને હાજર થવા ઘણી તક અપાઇ હતી. પણ રજૂ થવાની જગ્યાએ તેમણે પત્ર લખીને બંધારણ બેન્ચના નિર્ણય સામે જ સવાલ ઉઠાવ્યા હતા. 8 માર્ચે સંદેશ મોકલીને તેમણે સુનાવણી કરી રહેલા જજિસને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ સુનાવણી માટે હાજર થવું જરૂરી છે. તેવામાં અમારી પાસે જામીનપાત્ર વોરન્ટ જારી કરવા સિવાય કોઇ રસ્તો બચ્યો નથી.
આગળ વાંચો, વધુ વિગતો
અન્ય સમાચારો પણ છે...