આજે મહારાષ્ટ્ર-હરિયાણાનું ચૂંટણી પરિણામ, મોદીની અગ્નિ પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે મહારાષ્ટ્ર-હરિયાણાનું ચૂંટણી પરિણામ
- બંને રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે, એક્ઝિટપોલ પ્રમાણે બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ ત્રીજા સ્થાને આવે તેવી શક્યતા
- સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, 12 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ મળી જશે, મોદીની અગ્નિ પરીક્ષા

મુંબઈ, ચંદીગઢ: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવામાં ગણતરીના કલાકો બાકી હોઈ મહારાષ્ટ્ર-હરિયાણામાં નવી સરકાર કોની બનશે એનો નિર્ણય રવિવારે થશે. બધા મિત્રો એકબીજાના વિરોધમાં ઊભા રહ્યા હોવાથી આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી દેશભરમાં ગાજી હતી. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દિલ્હીનો મુકામ છોડી પ્રચાર માટે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હોવાથી ચૂંટણીમાં નવો રંગ ઉમેરાયો હતો. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ભાજપ, શિવસેના અને મનસે એમ રાજ્યના પાંચ મુખ્ય પક્ષો એકલપંડે ચૂંટણી લડતા હોઈ એમાં વડાપ્રધાન મેદાનમાં ઉતર્યા હોવાથી મોદી વિરુદ્ધ અન્ય તમામ પક્ષ એવું ચિત્ર પ્રચાર વખતે બન્યું હતું.

પ્રચારમાં ભૂતકાળની મૈત્રી ભૂલી જઈ બાપે માર્યા વેર હોય એવા આરોપ-પ્રત્યારોપ થયા હતા. ચાવાળા વડાપ્રધાન, અફઝલખાન, આદિલ શાહ, મહિષાસુર, રાક્ષસી મહત્ત્વકાંક્ષા જેવા શબ્દોનો ઉપયોગ કરતા પ્રચારમાં કાદવ ઉછાળવામાં આવ્યો હતો. ભૂતકાળમાં ક્યારેય નહોતું થયું તે આ વખતે મહારાષ્ટ્રના આરાધ્ય દેવ શિવાજી મહારાજના નામથી પણ રાજકારણ ગરમાયું હતું. છત્રપતિનો આશીર્વાદ ચાલો મોદીની સાથે એવી જાહેરખબરો કરી ભાજપે સૌ પ્રથમ શિવાજી મહારાજને પ્રચારમાં લાવ્યા હતા અને પછી શિવાજી મહારાજના આશીર્વાદ સાથે વણાયેલો પ્રચાર થતો રહ્યો. મુંબઈ જેવા મહાનગરમાં મરાઠી વિરુદ્ધ ગુજરાતી એવો પણ રંગ પ્રચારમાં દેખાયો. આ બધા રાજકીય ખેલ પછી મહારાષ્ટ્રએ 15 ઓક્ટોબરના પોતાના મત ઈવીએમમાં નાખ્યા હોઈ પરિણામનો સમય હવે સામે છે.
આગળ વાંચો, 8 વાગ્યાથી મતગણતરી, પૃથ્વીરાજ ચવ્હાણ માટે મોટી પરીક્ષા, દિગ્ગજોનું ભવિષ્ય એરણ પર, કોંગ્રેસ : વિપરીત પરિણામની દહેશત, એક્ઝિટ પોલનું શું ?