તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનોજ સિન્હા બની શકે છે UPના નવા CM, વાયરલ થઈ હતી આ તસવીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાણસીઃ ગાઝીપુરથી સાંસદ અને વર્તમાન સમયે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાનું નામ યુપી સીએમની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. તેમણે પોતે આ વાતોથી ઈન્કાર કર્યો હતો જોકે તેમને જ આ પદના દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. IIT બીએચયૂથી એમટેકની ડિગ્રી મેળવનારા મનોજની ગત વર્ષે એક સ્પેનિશ મહિલા સાથેની તસવીર વાયરલ થઈ હતી. ભાસ્કર.કોમ તમારી સમક્ષ મનોજ સિન્હા વિશે અહીં જણાવી રહ્યું છે.
 
વાયરલ તસવીરનું સત્ય

- ઓક્ટોબર 2016માં દિલ્હી સ્થિત સ્પેનિશ એમ્બેસીમાં નેશનલ ડે ઓફ સ્પેન અને સ્પેનિશ આર્મ્ડ ફોર્સિસ ડેનું સેલિબ્રેશન કરાયું હતું.
- આ ફંકશનમાં મનોજ સિન્હાની સ્પેનની અધિકારી મૈગ્ડાલેના ક્રૂઝ યાબર સાથે તસવીર ક્લિક કરવામાં આવી હતી. જે વાયરલ થઈ હતી.
 
પત્ની છે બિઝનેસવુમન

- 2014ના લોકસભા એફિડેવિટમાં મનોજ સિન્હાએ પત્ની નીલમને બિઝનેસવુમન દર્શાવી હતી.
- નીલમ અને મનોજે અમુક પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. તેમણે વારાણસીમાં 4 ફ્લેટ માટે 90 લાખ એડવાન્સમાં આપ્યા છે.
- મનોજ સિન્હા પાસે એક મહિન્દ્રા સ્કોર્પિયો કાર છે. 
- 2007માં ખરીદેલી આ કારને મનોજે મોડિફાઈ કરાવવા 12.45 લાખનો ખર્ચ કર્યો હતો.
- 2014માં આ કારની કિંમત 2.5 લાખ દર્શાવી હતી.
- મનોજ સિન્હા 2014માં 2.5 કરોડની સંપત્તિ દર્શાવી હતી. 
- મનોજ સિન્હાની પત્ની પાસે 2.6 લાખના ઘરેણાં છે, જ્યારે તેઓની પાસે પણ 90 હજારનું સોનું છે.
- મનોજ સિંન્હા પાસે 10 હજારની એક રિવોલ્વર પણ છે.
- મનોજ અને નિલમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા છે. જોકે તેમણે ક્યારેય એફિડેવિટમાં તેમને ડિપેન્ડેન્ટ તરીકે નથી દર્શાવ્યા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ મનોજ સિન્હાની સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો