તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂ હટ્યાના કલાકોમાં જ હિંસાથી સાઉથ કાશ્મીરમાં 2ના મોત, કુલ મૃતાંક 75 થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગરઃ કર્ફ્યૂ હટાવવાના અમુક જ કલાકમાં સાઉથ કાશ્મીરમાં હિંસા ભડકી ઉઠતા 2 લોકોનાં મોત થયા હતા. આ સાથે જ છેલ્લા 2 મહિનામાં થયેલી ઘર્ષણની ઘટનાઓમાં મરનારાઓની સંખ્યા 75એ પહોંચી ગઈ છે. શુક્રવારે જ હિંસાથી પ્રભાવિત 4 જીલ્લાઓ- પુલવામા, શોપિયા, કુલગામ અને અનંતનાગમાં આર્મીએ મોર્ચો સંભાળી લીધો છે. 2014 બાદ પ્રથમ વખત આ જીલ્લાઓમાં આર્મીને તૈનાત કરવામાં આવી છે.
એકને વાગ્યો ટિયર ગેસ સેલ, બીજાનું પેલેટ ગનની ગોળીઓથી થયું મોત

- અહેમદ શેખ નામના વ્યક્તિને ટોળામાં કાબૂ કરવા માટે છોડાયેલો ટિયર ગેસ સેલ વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
- આ ઘટના પહેલા જ સમગ્ર કાશ્મીરમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના બાદ ફરી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો.
- અનંગનાગ જીલ્લાના બોતેંગૂમાં હિંસા દરમિયાન પેલેટ ગનની ગોળીઓથી યવાર બટ્ટ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. જે પછી તેનું મોત થયું હતું.
- મરનારાઓની સંખ્યા હવે 75 થઈ ગઈ છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. સમગ્ર ખીણ વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બડગામ અને પુરાના શહેરમાં પણ ડઝનેક લોકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે.
આર્મી ચીફે સ્થિતિનું પરીક્ષણ કર્યું

- શુક્રવારે આર્મી ચીફ જનરલ દલબીર સિંહ સુહાગે હિંસાથી પ્રભાવિત ચારેય જીલ્લાઓની સુરક્ષાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
- જનરલ સુહાગે જવાનોને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. આ જીલ્લાઓમાં ઘણા સપ્તાહથી ચાલતી હિંસા બાદ તંત્ર સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે.
- સૂત્રોના જણાવ્યાં અનુસાર, સંપૂર્ણ ખીણ વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. સ્થિતિ પ્રમાણે તંત્ર આ બાબતે નિર્ણય લેશે.
- ભાગલાવાદીઓએ 13 સપ્ટેમ્બર બકરી ઈદના દિવસે ‘યુએન ચલો’ પર માર્ચ કરવાની અપીલ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો